કોરોનાના અત્યંત ખતરનાક વેરીએન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વમાં ફફડાટ- 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે આ નવા નિયમ

કોરોના(Corona)નો નવું સ્વરૂપ ઓમિક્રોન(Omicron) સામે લડવા માટે સરકારે સતર્કતા વધારી છે. વિદેશથી આવતા મુસાફરોએ 1 ડિસેમ્બરથી મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવી પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Ministry of Health) રવિવારે મોડી સાંજે આ માર્ગદર્શિકા જારી કરી હતી.

હવે ખતરનાક દેશોમાંથી આવનારા લોકોનું ભારત આવતાની સાથે જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને એરપોર્ટ પર રોકવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેઓએ ઘરે અથવા જ્યાં પણ રોકાયા હોય ત્યાં સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આઠમા દિવસે ફરી તપાસ કરવામાં આવશે. જો આમાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તમારે આગામી સાત દિવસ તમારે જ તમારું ધ્યાન રાખવું પડશે.

અન્ય દેશોમાંથી આવનારાઓને એરપોર્ટ પરથી મંજૂરી આપવામાં આવશે, પરંતુ તેઓએ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, જો કોરોનાના કોઈ લક્ષણો જોવા મળે છે, તો તેઓએ વહીવટીતંત્રને જાણ કરવી પડશે. આ દેશોની ફ્લાઈટ્સના 5% મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. જો પોઝિટિવ જણાય તો તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

સાવચેત રહેજો નહિતર.. બેદરકારી ભારે પડશે
નવી દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં રવિવારે કોરોના સંબંધિત બેદરકારીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. સેંકડો લોકો ભૌતિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન ખરીદતા જોવા મળ્યા હતા.

પરીક્ષણ અને રસીકરણ વધારવા માટે રાજ્યોને સૂચના
કેન્દ્ર સરકારે રાજ્યોને સર્વેલન્સ અને રસીકરણનો વ્યાપ વધારવા માટે સૂચના આપી છે. નિયંત્રણ નિયમોનો અમલ કરવા, પરીક્ષણો વધારવા અને હોટસ્પોટ પર નજીકથી નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં વિદેશી પ્રવાસીઓની સ્ક્રીનિંગ, કોરોના ટેસ્ટ અને સંક્રમિત તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવા પર ભાર મૂક્યો હતો. સરકારે એવા દેશોને ખતરાની યાદીમાં મૂક્યા છે જ્યાં નવા કેસ મળી આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગી શકે છે બ્રેક:
ગૃહ મંત્રાલયે રવિવારે બેઠક કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, વિદેશથી આવતા પ્રવાસીઓને તપાસવા અને મોનિટર કરવા માટે ટૂંક સમયમાં SOP જારી કરવામાં આવશે, ખાસ કરીને ઓમિક્રોનની હાજરી ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલ, વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન સહિત અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

ઈઝરાયેલ સહિત 8 દેશોમાં ઓમિક્રોન મળી આવ્યો:
કોરોનાનું B.1.1529 વેરિઅન્ટ (ઓમિક્રોન) જે 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળ્યું હતું, તેણે બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ઈટાલીમાં દસ્તક આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ‘ચિંતાનો પ્રકાર’ ગણાવ્યો હતો. આ પછી તરત જ વિશ્વના તમામ દેશોએ દેખરેખ વધારી દીધી છે. બ્રિટને શનિવારથી માસ્ક પહેરવાનું અને એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની તપાસ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *