જુઓ કેવી બહેરમીથી ઉમરા પોલીસે રાત્રી દરમિયાન દુકાનદારો પર કરી અંધાધુન દંડાવાળી- ઘટના CCTVમાં થઇ કેદ

સુરત(Surat): કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. તેનું હજી પણ યોગ્ય રીતે પાલન ન થતું હોય તે પ્રકારનો કિસ્સો…

સુરત(Surat): કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. તેનું હજી પણ યોગ્ય રીતે પાલન ન થતું હોય તે પ્રકારનો કિસ્સો સુરતના પીપલોદ(Piplod) વિસ્તારથી સામે આવ્યો છે. ઉમરા પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાત્રે બજારમાં નબીરાઓ મોડી રાત સુધી બેઠા હોવાની જાણકારી મળતાં પોલીસે દંડાવાળી કરી ત્યાંથી ભગાડ્યા હતા. ઉમરા પોલીસ(Umra police) સ્ટેશનના પોલીસ કર્મચારી રોહિત બ્રહ્મભટ્ટ દ્વારા રાત્રી દરમિયાન બેઠેલા લોકોને દંડાથી ફટકારતા એકને સામાન્ય ઇજા થઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, ઉમરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નીકળી હતી. આ સમય દરમિયાન રાત્રે બજારમાં મોડી રાત સુધી કેટલાક લોકો બેઠા હોવાની જાણકારી મળી હતી. પોલીસકર્મીઓએ રાત્રે બજારની અંદર પ્રવેશ કરતા જોવા મળ્યું કે, કેટલાક લોકો એકઠા થઈને કર્ફ્યૂ શરૂ થવા છતાં પણ ત્યાં ટુકડી જમાવીને બેઠા હતા. બેઠેલા યુવકોનેપોલીસ દ્વારા ફટકારતા થોડા સમય માટે ભાગદોડ મચી જવા પામી હતી. ત્યાં બેઠેલા તમામ યુવકો ભાગવા લાગ્યા હતા અંત થોડાક સમય માટે તો અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ કોન્સ્ટેબલે દંડાથી માર માર્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઉમરા પી.આઇ. ડી કે પટેલે જણાવતા કહ્યું છે કે, ઉમરા પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે બજારમાં કર્ફ્યૂનો ટાઈમ પૂર્ણ થઇ ગયા બાદ પણ કેટલાક યુવકો ત્યાં અંદર મોડી રાત સુધી નાઈટ કર્ફ્યું લાગુ હોવા છતાં પણ બેસી રહ્યા હતા. તેમને ભગાડવા માટે પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં કહ્યું છે કે, અમે સૌને અપીલ કરી રહ્યા છે કે, હજી પણ કોરોના સંક્રમણની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે અને આવી રીતે કામ વગર મોડી રાત સુધી બેસી રહેવું યોગ્ય નથી.

ત્યારે આ ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલ બળપ્રયોગને યોગ્ય ન ઠેરવી શકાય. નિયમોનો ભંગ કર્યો છે તો યોગ્ય કાર્યવાહી કરી શકાય પણ આ પ્રકારે લોકોને દંડાથી ફટકારવા અયોગ્ય છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે, જે પોલીસકર્મી દ્વારા બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે તે વ્યક્તિએ જ કોરોનાની અને સરકારની ગાઈડલાઈન્સનું પાલન નથી કર્યું. પોલીસે જ માસ્ક નથી પેહેર્યું અને લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવી રહ્યા છે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહી શકાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *