ચોમાસુ સત્ર(Monsoon session) દરમિયાન રાજ્યસભામાં ભારે હંગામો મચાવનાર 12 સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ(12 MPs suspended) કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસ પાર્ટીના 6, શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસના 2-2 અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના એક સાંસદ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના એક સાંસદ છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર ચોમાસુ સત્ર દરમિયાન જાણીજોઈને હંગામો કરવાનો આરોપ છે.
સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં શિવસેનામાંથી પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન અને અખિલેશ પ્રસાદ સિંહના નામ છે. ડોલા સેન અને શાંતા છેત્રીના નામ તૃણમૂલ કોંગ્રેસમાંથી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના બિનય વિશ્વમ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્ક્સ તરફથી એલમરામ કરીમના નામ છે.
નોંધનીય છે કે, ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં માત્ર 28 ટકા જ કામકાજ થયું હતું. 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ હતી અને આ દરમિયાન 17 બેઠકોમાં 28 કલાક 21 મિનિટ કામ થયું હતું. 76 કલાક 26 મિનિટ હંગામો, વિપક્ષના વિરોધ અને અન્ય અવરોધોને કારણે સંસદ ખોરવાઈ ગઈ હતી. ચોમાસુ સત્રમાં વિપક્ષે કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરી હતી. પેગાસસ જાસૂસી કેસથી લઈને મોંઘવારી અને ખેડૂત આંદોલન, વિરોધના મુખ્ય મુદ્દાઓ રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.