તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતમાં વિગતવાર સોગંદનામું રજૂ કરી covid-19 મહામારીમાં અવસાન પામેલા વ્યક્તિઓના પરિવારજનો અને ફક્ત પચાસ હજાર રૂપિયાની સહાય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મારફતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અનુક્રમે 75% અને 25%ના રેશિયોમાં સહાયની રકમ ચૂકવવા માટે જણાવેલ છે.
Covid 19 ની મહામારી દેશમાં વિશાળ પાયા ઉપર મોટાભાગના લોકોને મોટા પાયે અસર પહોંચાડી છે. Covid 19 ના કારણે અનેક લોકોના અકાળે અવસાન થયા, ધંધા-રોજગાર બંધ થયા, લોકોને હિજરત કરવાની ફરજ પડી, કુટુંબને તેમના કમાતા સભ્યને ગુમાવ્યા અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ગજા બહાર ના ખર્ચા કરવા પડ્યા અને આ મહામારીએ તેમને રસ્તા ઉપર લાવી દીધા. કુટુંબની બચત ખલાસ થઈ ગઈ અને લોકો દેવાદાર બની ગયા. આવા કપરા કાળમાં રૂપિયા ૫૦ હજાર જેટલી મામૂલી રકમની સહાય ખૂબ જ અપૂરતી છે.
એક કલ્યાણ રાજ્ય તરીકે આપણી નૈતિક જવાબદારી બની રહે છે કે, જરૂરિયાતના સમયે નાગરિકોને યોગ્ય દેખભાળ કરવામાં આવે. અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે, કેન્દ્રના ગૃહ મંત્રાલયના તારીખ 14-03-2020 ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ મૃતક માટે રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવાની વચનબદ્ધતાને કેન્દ્ર સરકાર વળગી રહે. કેન્દ્ર સરકારે જ્યારે મૃત્યુ સહાયની રકમ ઘટાડીને 50 હજારનું જાહેરનામુ બહાર પાડેલ છે જ્યારે આપત્તિના સમયે સરકાર દ્વારા અગાઉ રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા માટે આપેલ વચન પાળવું અનિવાર્ય છે.
વધુમાં જણાવતાં કહ્યું છે કે, કોવીડ-19 ના કારણ પામેલાઓને વિગતવાર સર્વે કરવામાં આવે અને આધારભૂત અને વિશ્વસનીયતા ધરાવતું કોવીડ-19 મૃત્યુ રજીસ્ટર તૈયાર કરવામાં આવે જેથી કરીને અપૂરતી નોંધણી કે નોંધણીમાંથી બાકાત રહી ગયેલ હોય તેવી વ્યક્તિના પરિવારજનોને પાત્રતા મુજબ વળતર મેળવી શકે તેવી માંગ સરકાર સમક્ષ મૂકવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.