સુરત(Surat): શહેરમાં ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, કહી જમીન ઉપર ઢળી પડેલા રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત(Suicide) કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક ધીરુભાઈ બચુભાઇ ઉનાગરના નાના દીકરાએ જણાવતા કહ્યું હતું કે, 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા અને આ અંગે ડોક્ટરને બતાવ્યું પણ હતું. બસ આજે સવારે મમ્મી સાથે ચા પીતાં પીતાં કહ્યું કે, ઝેરી દવા પી લીધી છે ને મમ્મીએ બૂમાબૂમ કરી દેતાં અમે તેને હોસ્પિટલ લઈ આવ્યા તો ડોક્ટરોએ તેમણે મૃત જાહેર કરી દીધા છે.
પતિના મોતથી પત્નીએ બૂમાબૂમ કરી:
મૃતકના દીકરા અક્ષયએ જણાવતા કહ્યું હતું કે, પિતા ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈ અને માતા ભાવનાબેનની સાથે રહીએ છીએ. માતા ઘર કામ કરે છે અને પિતા ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આજે સવારના રોજ અમે બન્ને ભાઈઓસૂતા હતા. માતાની બૂમાબૂમ અને રડતા જોઇને જાગી જતાં ખબર પડી કે પિતાએ ઝેરી દવા પી લીધી છે અને બસ તાત્કાલિક રિક્ષામાં પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યા તો મારા પિતાને મૃત જાહેર કરી દેવાયા હતા.
પતિએ પત્નીને કહ્યું- મેં ઝેરી દવા પી લીધી છે:
અક્ષયએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ભાઈ હીરામાં અને હું જરીમાં કામ કરીને ઘરમાં આર્થિક રીતે ખુબ જ મદદરૂપ થઇ રહ્યા છે. આજે સવારે પપ્પાએ મમ્મીને બસ એટલું જ કહ્યું હતું કે ચાલ, આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં. પછી ચા પીતાં પીતાં પિતા બોલ્યા હતા કે મેં તો ઝેરી દવા પી લીધી છે. અને તરત જ તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. પપ્પાના આવા અંતિમ પગલા બાબતે અમને કોઈ પણ પ્રકારની કશી જ ખબર નથી.
અક્ષયએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, થોડા દિવસોથી હતાશામાં રહેતા હતા પણ તેણે કાઈ ખ્યાલ આવવા ન દીધો. સોમવારની રાત્રે મને એવું પણ કહ્યું હતું કે, બાઇક ધીમે હાક જો હું વયો જાઉં તો તને કંપનીમાંથી આર્થિક સહાય કેમ મળશે. આવી ભાવનાત્મક સંકેત આપતી વાતો પણ દીકરા સાથે કરી હતી. પરંતુ ખ્યાલ ન આવ્યો કે, પપ્પાના મનમાં શુ ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.