સુરત(Surat): શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલ સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારના રોજ રાત્રે એક કાર જોરદાર ધડાકા સાથે ડિવાઈડરમાં અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માત(Accident)ના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પણ ચાલકને બચાવી શકાયો નહોતો. મૃતક યુવરાજ રેડીમેન્ટ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે.
અકસ્માતના 4 કલાક બાદ પરિવારને થઈ જાણ:
મૃતકના ભાઈ ભાવેશ રાણાએ જણાવતા કહ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના અગાઉ જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલી આવ્યો હતો. ત્યારબાદ તેમણે ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર તેની ખુદની હતી. અકસ્માત અંગેની વધારે અમે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. જેને લીધે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કારને થયું મોટું નુકસાન:
નજરે જોનાર સ્થાનિક યુવકે જણાવતા કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકાભેર ડિવાઈડરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર બાજુ ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું કરુણ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.