સુરતમાં જુદા-જુદા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતા બે ઝડપાયા- પોલીસે 45 મોબાઈલ કર્યા કબજે

સુરત(Surat): શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગ(Mobile snatching) કરતા બે ઇસમોને ડીંડોલી પોલીસ(Dindoli Police) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ડીંડોલી પોલીસે આરોપીઓ પાસેથી 45 મોબાઇલ કબજે કરી લીધા છે અને મોબાઇલ સ્નેચિંગના ચાર ગુનાઓ ડીટેક્ટ કર્યા છે.

3 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા:
ડીંડોલી પોલીસે જણાવતા કહ્યું હતું કે, પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બે આરોપી પાસેથી 45 મોબાઇલ ફોન કિંમત રૂ. 2,20,700 તથા એક મોપેડ ગાડી કિંમત રૂ. 80,000ના મત્તાની મળી કુલ રૂપિયા 3,00,700 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ડીંડોલી પોલીસે મોબાઇલ સ્નેચિંગના કુલ ચાર ગુના ડીટેક્ટ કરી અન્ય મોબાઇલ ફોન CRPC કલમ 102 મુજબ કબજે કરી આરોપીઓને ધરપકડ કરીન આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીંડોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમની પ્રશંસનીય કામગીરી બદલ શુભેચ્છાઓ આપવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ:
રાજ ઉર્ફે રાજા રઘુનાથ ચૌધરી (ઉ.વ.21 રહે-પ્લોટ નં.255, ગલી નં. 3 સુભાષનગર લિંબાયત સુરત) અને વિષ્ણુ ઉર્ફે વિશુ હુકમચંદ પાટીલ (ઉ.વ.19 રહે-પ્લોટ નં. 322 લક્ષ્મી નારાયણનગર-2 ડીંડોલી)નામના બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *