ગુજરાત(Gujarat): રાજ્યના બનાસકાંઠા(Banaskantha) હિમતનગર(Himatnagar)માં નવ વર્ષની બાળકીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હિમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની નવ વર્ષની બાળકીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે. મોડી સાંજ દરમિયાન ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે કારણ હજી બહાર આવ્યુ નથી. સમગ્ર રાજ્ય માટે આ પ્રકારનો બનાવ અત્યંત ચોકાવનારો કહી શકાય છે. બી-ડિવિઝન પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવ આત્મહત્યા છે કે હત્યા તે અંગે વધુ તપાસ કરી રહી છે.
બાળકીની આત્મહત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા એફ.એસ.એલ. સાથે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીના મૃતદેહનું પેનલથી હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તપાસમાં સામે આવ્યુ છે કે, તેમનો પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. સાથે જ પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હોવાનું બહાર આવ્યું છે. આ પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જે પૈકી એક દિવ્યાંગ બાળક છે. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સાચું અને સચોટ કારણ બહાર આવશે.
નવ વર્ષની બાળકીએ ઘરમાં ફાસો ખાઈ આત્મહત્યા કરવાના અને બાળકોમાં પણ વધી રહેલા આત્મહત્યાના બનાવને ધ્યાનમાં લઈને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવતા કહ્યું છે કે, બાળકોમાં વધી રહેલા આત્મહત્યાના બનાવ રોકવા માટે સમાજ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના સમયમાં માતા-પિતા પોતાના બાળકો સાથે સંવાદ કરે એ જરૂરી છે અને બાળકોને માતા-પિતા સમય આપે, એમની સાથે વાતચિત કરે તો આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. જેને પગલે બાળ વિકાસ આયોગ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત બાળકો માટે અલગ અલગ કાર્યક્રમો ચલાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.