સુરતમાં પતિ સામે પોલીસ કેસ કરવા માટે 10 હજારની લાંચ લેતા PSI સહિત બે લોકો રંગેહાથ ઝડપાયા

સુરત(Surat): શહેરના ઉમરા મહિલા પોલીસ સ્ટેશન(Umra Mahila Police Station)માં પતિ સામે ફરિયાદ દાખલ કરવા બાબતે 10 હજારની લાંચ માંગવામાં આવી હતી. જેમાં લાંચ માંગનાર PSI સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ACB એ લાંચમાં લેવામાં આવેલ રોકડ રકમ પણ કબ્જે કરી લીધી છે.

મહિલાએ આ રીતે કર્યો ACBનો સંપર્ક:
એસીબીએ જણાવતા કહ્યું હતું કે, ફરીયાદી મહિલાએ તેમના પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન પર અરજી આપી હતી. મહિલા દ્વારા આપવામાં આવેલ આ અરજીની તપાસ PSI કરી રહ્યા હતા. પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે વકીલ મારફતે PSIએ 10 હજાર રૂપિયાની માગણી કરી હતી. જેમાં ફરિયાદી બહેન લાંચની રકમ આપવા ઈચ્છતા ન હતા. તા.10/12/2021ના રોજ ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. વલસાડનો કોન્ટેક્ટ કરી તમામ હકીકતો જણાવી ફરીયાદ આપી હતી.

આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા:
ફરીયાદીની ફરીયાદ મુજબ આજ રોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી PSI માટે રૂા 10 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા ગયા હતા. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા, પો.ઇન્સ., વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ હતા. જ્યારે મદદમાં કે.આર.સકસેના, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફના માણસો હાજર હતા. સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, હતું.

આરોપીમાં કમલાબેન રણજીતભાઇ ગામીત, પો.સ.ઇન્સ., મહિલા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- 3 અને પંકજભાઇ રમેશભાઇ માકોડે, એડવોકેટને ઝડપી પાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *