સુરતનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યો આ નવતર પ્રયોગ

સુરત(Surat): શહેરની લિંબાયત પોલીસ(Limbayat police) દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલના માધ્યમથી યુવાનોને નશા તરફ નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં, પણ પોલીસ અને લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમ  મારફતે ક્રાઈમ પર કંટ્રોલ કરવા માટે તમામ કોશિશ કરવામાં આવી રહી છે. ક્રિકેટ ટુર્નામેન્ટ(Cricket tournament)ના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ(C. R. Patil), સુરત પોલીસ કમિશનર અજય તોમર(Ajay Tomar) હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવતા કહ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી લોકો અને પોલીસ એકબીજા સાથે સંપર્ક કેળવી શકશે.

સુરતનું યુવાધન બરબાદીના રસ્તે ન વળે તેવા પ્રયાસ:
સુરત પોલીસ કમિશનર અજય તોમરએ જણાવતા કહ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે, લોકો પોલીસની નજીક આવે અને કાયદાની વ્યવસ્થા બની રહે અને કોઈપણ ખોટા રસ્તા ઉપર આજનું યુવધાન ન જાય તે માટે નશાના આ વેપલાને સુરતથી દૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા પુરેપુરો સહયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં કહ્યું હતું કે તમે પણ પોલીસને સાથ સહકાર આપો. આપણે સૌ જાણીએ છીએ કે, ક્રિકેટ એ સજ્જ લોકોની રમત છે. ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે આ ગેમ રમો તેની મજા માણો અને આખા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી અમારી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ જણાવતા કહ્યું હતું કે, સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર અને તેમના અધિકારીઓ દ્વારા શહેરને નશાના કાળા કારોબારથી મુક્ત કરવા માટે જુદા-જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે સુરત પોલીસ અધિકારીઓનો આ એક અનોખો પ્રયાસ છે. જેમાં શહેરનાં લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટનું નામ ‘ખેલો લિંબાયત ક્રાઈમ છોડો લિંબાયત’ આવા સૂત્રો સાથે એક અનોખી કોશિશ કરવામાં આવી છે. આમાં ઘણી બધા યુવાનોની ટીમો ભાગ લઇ રહી છે. મને વિશ્વાસ છે કે, આ પ્રકારના અનોખા પ્રયાસ દ્વારા યુવાનોને એક અલગ એક્ટિવિટીનો લાભ પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *