ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ અચાનક જ ધડામ દઈને તૂટી પડ્યું- એક મહિલાનું કમકમાટીભર્યું મોત, 3 ઈજાગ્રસ્ત

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાવનગર(Bhavnagar) શહેરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી(Dilapidated building collapsed) થઇ હતી. જેમાં દટાઈ જવાને કારણે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર છે. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ(Sir T Hospital)માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દબાયેલા લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભાવનગર શહેરમાં પીરછલ્લાના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું મકાન ધડામ કરતું ધરાશાયી થયું હતું. મળતી માહિતી અનુસાર હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગેની જાણ ફાયર બીગ્રડને થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા હતા, જ્યારે તેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટના સ્થળે પહોચેલ ફાયરબ્રિગેડના કાફલાએ એક કલાકની જહેમત બાદ 4માંથી ત્રણ લોકોને બચાવ્યા હતા. જેમાં રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર (.ઉ.મ.20)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ ઇજા ગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.52 તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.50 તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.25 તમામ ને 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *