સુરતમાં તસ્કરો બન્યા બેફામ- જવેલર્સની દુકાનમાં બાકોરું પાડી 16 લાખની ચોરી કરી ફરાર

સુરત(Surat): શહેરના ભેસ્તાન(Bhestan) ચાર રસ્તા નજીક આવેલા ચોક્સી ર્કિતીકુમાર ચંદુલાલ શાહ જવેલર્સ(Choksi Kirtikumar Chandulal Shah Jewelers)ની દુકાનમાં ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જવેલર્સની દુકાનમાં દાદરની બાજુની દિવાલમાં એક ફૂટનું બાકોરૂ પાડી કાઉન્ટરના ખાનામાં પડેલા 15.25 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ 80 હજાર રૂપિયાની રોકડ રકમ મળીને કુલ 16 લાખ જેટલા મત્તાની ચોરી(Theft of Rs 16 lakh) કરી તસ્કરો ફરાર થયા હતા.

મળતી માહિતી અનુસાર, ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યા હતા. કેમેરાનાં ડીવીઆરને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ ઘટના 14મી તારીખે મધરાત્રે બની છે. જવેલર્સના માલિક નિખિલ ર્કિતીકુમાર શાહે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધી આજુબાજુના સીસીટીની કેમેરાના ફૂટેજ મેળવી પોલીસ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

તસ્કરોએ દાદરની બાજુની દીવાલમાં એક ફૂટ બાય એક ફૂટનું દિવાલમાં બાકોરૂ પાડીને આ બાકોરામાંથી બે ચોરો 14મી તારીખે મધરાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે અંદર ત્રાટક્યા હતા. પોલીસને બે ચોરો દુકાનમાં ચોરી કરતા દેખાયા છે ત્યારે હવે આ ચોરીને કોઈક ગેંગે અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

જણાવી દઈએ કે, સુરતમાં અવારનવાર ચોરીના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તસ્કરોને પોલીસનો ડર જ રહ્યો હોય તે રીતે રાત્રી દરમિયાન કોઈ દુકાનમાં હાથફેરો કરીને નાસી છુટે છે. ત્યારે હવે આ ચોરીના બનાવને લઈને પોલીસ એકશનમાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *