આંધળું તંત્ર! જુઓ કેવી રીતે અમરોલીમાં કચરું વીણી રહેલી મહિલા ઉપર જ ઠાલવી દીધો કચરો

સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli) વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા નજીક આવેલ SMCની ડમ્પીંગ સાઇટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો ઠાલવી દીધો હતો. ત્યાર બાદ જેસીબીએ…

સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli) વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા નજીક આવેલ SMCની ડમ્પીંગ સાઇટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો ઠાલવી દીધો હતો. ત્યાર બાદ જેસીબીએ કચરા સાથે વીણતી મહિલાને પણ ઉંચકીને કચરાના મોટા ઢગલા પર નાખી દીધી હતી. ત્યાર પછી આ મહિલાને લોકોએ કચરાના ઢગલામાંથી શોધીને બહાર કાઢવામાં આવી હતી.

અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવતા કહ્યું હતું કે, સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ આવેલ છે. આ બે ડમ્પિંગ સાઇટ પર મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડાક અંતરે કચરો વીણતી હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર ડ્રાયવર અને મજુરો કચરો ઠાલવવા માટે આવ્યા હતા. જેમણે આ જગ્યાને જોયા વિના જ કચરો ઠાલવી દીધો હતો. જે કચરા નીચે નીતાબેન દબાઈ ગયા હતા.

રજનીબેન નીતાબેનને શોધતી હતી ત્યારે ત્યાં એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઉંચકીને કચરાના મોટા ઢગલા પર નાખી દીધો હતો. ત્યારે આ જ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન ઠાલવવામાં કચરાની નીચે દબાઈ ગઈ હશે. જેને કારણે તેણે બુમાબુમ કરી હતી અને થોડાક જ સમયમાં લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ લગભગ દસેક મિનિટ થઈ ગઈ હતી.ત્યારબાદ આ કચરામાંથી નીતાબેનને બહાર કાઢીને બચાવવામાં આવી હતી.

હાલમાં મહિલા સંપૂર્ણ સ્વસ્થ:
નીતાબેનને કચરાના ઢગલામાંથી બહાર કાઢીને તાત્કાલિક સ્મિમેર હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને તેને બે કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાઈ હતી. તે સંપુર્ણ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. ડમ્પિંગ સાઇટ પરના કર્મચારીઓ અને નીતાબેન સાથેનાઓએ નીતાબેન કોઈની સાથે વાત ન કરે અને આ પ્રકારની ઘટના ઘટી છે તેવી વાત કોઈને ન જણાવે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *