ગુજરાત(Gujarat): આજ રોજ આમ આદમી પાર્ટી(AAP) સુરત દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કૌભાડના મુખ્ય આરોપી અસિત વોરા(Asit Vora)નુ રાજીનામું અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પેપર લીક(Paper leak)ને કારણે જે વિદ્યાર્થીને નુકસાન થયેલ છે તેઓને 50000 નુ વળતર આપવામાં આવે. આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલ હુમલાઓ ની નિષ્પક્ષ તપાસ થાય, ગુનેગારો સામે કાર્યવાહી થાય અને કાર્યકર્તાને ખોટી રીતે પકડેલા તે તમામને મુક્ત કરવામાં આવે. તે પ્રકારની માંગને લઈને કલેકટરને આવેદન આપવા માટે ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
પરતું આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, પકડાયેલ કર્યકતાઓ તેમજ પદાધિકારીઓના આમરણાંત ઉપવાસ ચાલુ જ રહેશે. આવેદન પત્ર આપવા જતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા નગરસેવકો તેમજ 500 થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જે પણ આમરણાંત ઉપવાસ તે શરુ જ રહેશે.
વધુમાં આપ વિરોધપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આ બાબતે સ્પષ્ટતા કરે અને પોતાના સ્વભાવનો પરિચય આપે એક માણસાઈનો પરિચય આજ ગુજરાતની જનતાને આપે એવી અમે સૌ આશા રાખીએ છીએ. આવું નાલેશી ભર્યું કૃત્ય બદલ આજ ડિટેઈન થયેલા દરેક કાર્યકર્તાઓ અને હોદેદારો તથા નગરસેવકો એ અન્નજળનો ત્યાગ પણ કરવાનું જાહેર કર્યું છે. આ પ્રકારના પગલાં આજ સુધી કોઈ સરકારે નથી ભર્યા આજે આવો નાલેશીભર્યો રેકોર્ડ કરી હર્ષ સંઘવીએ પોતાની ગુંડાગીરી જેવો સ્વભાવ સાબિત કરેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.