જો તમે સોનું અથવા સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. બુધવારે સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. શેરબજારમાં તેજી અને વૈશ્વિક બજારોમાં સ્થિરતાની અસર બુલિયન માર્કેટમાં સ્પષ્ટ જોવા મળી હતી.
મુંબઈ બુલિયન માર્કેટમાં આજે સોનાનો ભાવ 49,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. તેમજ દિલ્હીમાં સોનાની કિંમત 53,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી છે. બેંગ્લોરમાં સોનાની કિંમત 50,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી છે. તેમજ મળતી માહિતી અનુસાર હૈદરાબાદમાં પણ સોનાનો ભાવ 50,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 51,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતામાં સોનાનો ભાવ 52,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયપુરમાં 10 ગ્રામ કોર્નરનો રેટ 53,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. તે ઉપરાંત, લખનૌમાં પણ 10 ગ્રામ સોનું 53,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરતું જોવા મળ્યું છે.
બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 252 રૂપિયા ઘટીને 49,506 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.933 ઘટીને રૂ.66,493 પ્રતિ કિલો પર આવી ગયો હતો.
મંગળવારે સોનાનો ભાવ 49,758 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 67,426 રૂપિયા પ્રતિ કિલો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1,868 ડોલર અને ચાંદી 25.53 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
નિષ્ણાતોનું માનવું છે કે યુએસ કન્ઝ્યુમર અને હાઉસિંગ સેગમેન્ટના નબળા ડેટા અને યુએસ કોંગ્રેસની આર્થિક રિકવરી તરફના પ્રોત્સાહનની નવીનતમ આશાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.