ગુજરાત(Gujarat): વાસણા(Vasna) ગામના બ્રેઇન ડેડ(Brain Dead) જાહેર થયેલા યુવાનના પરિવારજનોએ તેના અંગોનું દાન(Organ donation) કરીને સમાજ સમક્ષ એક સારું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેના અંગો વડે પાંચ વ્યક્તિઓને નવજીવન મળશે.
ઉપલેટાના વતની અને વડોદરાના વાસણાના વતની સૂરજ વાછાણી(ઉવ.32) દહેજની દીપક ફિનોલેક્સમાં કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યા હતા. સૂરજ મિત્રો સાથે બુધવારના રોજ સવારે કારમાં પરત ફરી રહ્યાં હતા. ત્યાર સુંદરપુરા નજીક ડમ્પરની ટક્કર ઇનોવા કારને લાગવાને કારણે ઇનોવા ધડાકાભેર ઇકો કારમાં ઘૂસી ગઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કારમાં પાછળની સીટ પર સૂતા સૂરજ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં ગ્લોબલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. કાઉન્સેલિંગ પછી પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે અમદાવાદ સીમ્સ અને આઇકેડી તથા સુરતની કિરણ હોસ્પિટલથી અંગદાન લેવા માટેની ટીમો આવી પહોંચી હતી.
સુરજના હૃદયને અમદાવાદ સીમ્સ હોસ્પિટલ, બે કિડનીને અમદાવાદની આઇકેડી હોસ્પિટલ જ્યારે લીવરને સુરતની કીરણ હોસ્પિટલ લઇ જવામાં આવશે. બંને આંખો સ્થાનિક હોસ્પિટલને આપવામાં આવશે. બ્રેઇન ડેડ સુરજના પત્ની કાજલબેન વાછાણી એમ એસ ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રાધ્યાપક છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘આ સ્થિતિમાં અમે તેમના અંગોનું દાન કરવાનો એક નિર્ણય લીધો જેથી તેમના અંગો અન્ય જરૂરી લોકોને નવજીવન આપી શકે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.