24 કલાકમાં જ 58 હજાર લોકો સંક્રમિત થતા મચ્યો હાહાકાર- જાણો તમારે ત્યાં કેવી છે પરીસ્થિતિ?

દેશભરમાં કોરોના(Corona)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58 હજાર 97 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 534 લોકોના મોત થયા છે અને 15 હજાર 389 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 82 હજાર 551 લોકોના મોત થયા છે. સકારાત્મકતા દર 4.18 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં દેશમાં 2 લાખ 14 હજાર 4 સક્રિય કેસ છે.

તમને જણાવી દઈએ કે, 4 ઓક્ટોબર મંગળવારના રોજ દેશમાં 37 હજાર 379 નવા કોરોના કેસ નોંધાયા હતા જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે, જ્યારે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે.

ઓમિક્રોન કેસ 2,000ને પાર:
ભારતમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા બે હજારને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 2,135 કેસ નોંધાયા છે. આ તમામ મામલા 24 રાજ્યોમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 653 કેસ છે અને દિલ્હીમાં 464 કેસ છે. જો કે, આમાંથી 828 ઓમિક્રોન દર્દીઓ સાજા પણ થયા છે.

ગુજરાત કોરોના:
ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો રાફડો ફાટ્યો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાતા ગુજરાતીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બે ગણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા છે.

દિલ્હીમાં કોરોના:
મંગળવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 5,481 નવા કેસ નોંધાયા હતા. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજ્યમાં ચેપનો દર 8.37 ટકા પર પહોંચી ગયો છે. એટલે કે એક દિવસમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટમાં લગભગ 2% નો વધારો નોંધવામાં આવ્યો છે. સોમવારે તે 6.46% હતો. જો કે, આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા વીકએન્ડ કર્ફ્યુના નિર્ણયને લોકડાઉન ન ગણવો જોઈએ.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ:
મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 18,466 નવા કેસ નોંધાયા હતા, જેમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 67,30,494 થઈ ગઈ હતી જ્યારે વધુ 20 દર્દીઓના મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 1,41,573 થઈ ગયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. ગત દિવસની સરખામણીએ ચેપના નવા કેસોમાં 52 ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 75 નવા કેસ નોંધાયા હતા.

જો ફરી એક વાર લોકડાઉન લાગુ થાય તો આ પ્રતિબંધો લાગી શકે છે?
જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ ફરી એક વખત લોકડાઉન લાગુ થાય  તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે. મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ સમય દરમિયાન ફક્ત મર્યાદિત લોકોને જ લગ્નમાં હાજરી આપી શકાશે. તેમજ કોઈ કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા કે ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *