બોસ હોય તો આવા- 100 જેટલા કર્મચારીઓને ગીફ્ટમાં કાર આપી કરાવી દીધા લીલાલેર

મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે અવારનવાર ગિફ્ટ આપતી રહે છે. ઘણીવાર દરેક કર્મચારીઓને કંપનીના ખર્ચે ફરવા પણ લઈ જાય છે, અથવા મોંઘા…

મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે અવારનવાર ગિફ્ટ આપતી રહે છે. ઘણીવાર દરેક કર્મચારીઓને કંપનીના ખર્ચે ફરવા પણ લઈ જાય છે, અથવા મોંઘા મોંઘા ગિફ્ટ પણ આપે છે. જેનાથી કર્મચારીઓ કંપની પ્રત્યે વફાદાર રહે અને કામમાં વધુ રસ દાખવે છે.

હાલ આવી જ એક સોફ્ટવેર કંપનીએ 100 જેટલા કર્મચારીઓને એક-એક કાર ગીફ્ટમાં આપી હતી. મારુતિ સુઝુકીની બલેનો કાર આ કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ચેન્નાઇની એક પ્રખ્યાત આઈટી કંપની તેના કર્મચારીઓને ખુશ કરવા માટે સ્ટાફને ફોરવીલર કારની ભેટ આપી છે. કંપનીના આ પગલાથી, દરેક કર્મચારીઓ ખુશ થઈ ગયા હતા.

કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ જણાવતા કહ્યું કે, જે કંપનીમાં કામ કરીએ છીએ, ત્યાંથી આવી ભેટ મળે તો ખૂબ ખુશીની વાત છે. તેમણે વધુમાં કહેતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બીજી કંપનીઓ તેમના કર્મચારીઓને સોનાના સિક્કા, અથવા કોઈ મોંઘો ફોન ભેટમાં આપે છે. પરંતુ અમને એક કાર આપી છે, જે ખૂબ મોટી વાત છે.

સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થતાં, લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ અમુક લોકોએ કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે, ‘વર્ષોની મહેનત રંગ લાવી.’ તો કોઈએ લખ્યું ‘અમારે પણ આવી કંપનીમાં કામ કરવું છે, જ્યાં કર્મચારીઓનું આટલું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *