સુરત(Surat): શહેરના ઉધના(Udhana)ના રિક્ષા ચાલકે(Rickshaw driver) પ્રેમ આંધળો હોય છે તે વાત સાબિત કરી બતાવી. 3 દિવસ અગાઉ છોડીને જતી રહેલી પ્રેમિકાની યાદમાં લગભગ 40થી વધુ ઝાડા બંધ કરવાની ગોળીઓ એક સાથે ખાય આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચાલકના પિતાએ તબીબોને જણાવતા કહ્યું હતું કે, મારો એકનો એક દીકરો છે અને મારો એકમાત્ર સહારો છે, સાહેબ તેને બચાવી લો. તે આંખો કેમ નથી ખોલી રહ્યો, પીડિત પિતાની કરુણ વ્યથા સાંભળી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ભાવુક થઇ ગયા હતા.
ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ યુવાન આપઘાતનો પ્રયાસ કરનાર જતીનના વૃદ્ધ પિતા વિષ્ણુભાઈ મરાઠાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના વતની છે અને તે અત્યારે સુરતમાં રહે છે. કલર કામની મજુરી કરી એકના એક પુત્ર છે તેની સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. 22 વર્ષનો પુત્ર જતીન રિક્ષા ચલાવી વૃદ્ધ પિતાને આર્થિક રીતે મદદ કરી રહ્યો હતો. ગઈ કાલે બપોરે ઘરે ભોજન માટે આવતા ઘરમાંથી દીકરો બેભાન અવસ્થામાં મળી આવતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 108ની મદદથી સિવિલ લઈ આવતા વધુ પડતી ઝાડા બંધ થવાની ગોળીઓ ખાઇ લીધી હોવાનું સામે આવ્યું હતું.
108ના EMT વિક્રમભાઇએ જણાવતા કહ્યું હતું કે, ઘરમાંથી ઝાડાની દવાના ખાલી રેપર મળી આવ્યા હતાં. જમીન પર બેભાન પડેલા યુવાનનું નામ જતીન હોવાનું અને ગોળીઓ ખાઇને આત્મહત્યાની કોશિશ કરી હોવાનું જાણવા મળતા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ યુવકની તબિયત ખુબ જ ગંભીર હોવાનું કહી શકાય છે.
રિક્ષાચાલકના વૃદ્ધ પિતાએ જણાવતા કહ્યું હતું કે, દોઢ વર્ષથી જતીન મહોલ્લાની એક યુવતીના પ્રેમમાં આંધળો હતો આવનારા સમયમાં બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના હતાં. ઘણા સમયથી યુવતી પણ અમારા ઘરમાં જ રહેતી હતી. જોકે બંને વચ્ચે કોઈ મુદ્દાને લઈ ઝગડો થતા યુવતી ઘર છોડીને પોતાના ઘરે જતી રહી હતી. બસ એના ગમમાં જતીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.