ઉધમ સિંહ નગરના કાશીપુરમાં આયોજિત કોંગ્રેસના કાર્યક્રમમાં સુરક્ષાની બાબતમાં મોટી ખોટ સામે આવી છે. મળતી માહિતી મુજબ પૂર્વ સીએમ હરીશ રાવતના કાર્યક્રમમાં એક વ્યક્તિ છરી લઈને સ્ટેજ પર પહોંચ્યો હતો. તે વ્યક્તિ કંઈ કરે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ તે વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. કાશીપુરમાં કોંગ્રેસની સદસ્યતા અભિયાન સમાપ્ત થયા બાદ આ ઘટના બની હતી.
ગુરુવારે કાશીપુરમાં સદસ્યતા ગ્રહણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરીશ રાવતે હાજરી આપી હતી. દરમિયાન જાહેરસભા પુરી થયા બાદ અચાનક એક વ્યક્તિ છરી સાથે સ્ટેજ પર ચઢી ગયો હતો. ત્યારબાદ યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ શખ્સને પકડીને છરી કબજે કરી પોલીસને હવાલે કર્યો હતો. તે જ સમયે, યુથ કોંગ્રેસના કાશીપુર વિધાનસભાના અધ્યક્ષ પ્રભાત સાહનીની ફરિયાદ પર, આરોપી વિનોદ કુમાર નિવાસી પ્રતાપપુર વિરુદ્ધ 4/25 આર્મ્સ એક્ટ અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વ્યક્તિના ગળા પર બાંધ્યો હતો લાલ દુપટ્ટોઃ
જે વ્યક્તિ સ્ટેજ પર છરી લઈને ચઢ્યો હતો તેના ગળામાં લાલ દુપટ્ટો હતો. સાથે જ માઈક પરથી જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ યુથ કોંગ્રેસના કાશીપુર વિધાનસભાના અધ્યક્ષ પ્રભાત સાહનીએ માઈક બંધ કરી દીધું હતું. આ પછી, વ્યક્તિએ અચાનક એક મોટી છરી કાઢી અને જય શ્રી રામ નહીં બોલવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું.
જય શ્રી રામ બોલો નહીતો મારી નાખીશ:
આ સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતી વખતે યુથ કોંગ્રેસના કાશીપુર વિધાનસભાના અધ્યક્ષ પ્રભાત સાહનીએ કહ્યું કે, વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. પ્રભાત સાહની કહે છે કે વહીવટીતંત્રની આ બહુ મોટી ભૂલ છે. જો કોંગ્રેસના કોઈ નેતાને કોઈ નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ? તેમણે કહ્યું કે વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જય શ્રી રામના નારા લગાવો નહીં તો હું બધાને મારી નાખીશ. તે જ સમયે, આ સમગ્ર મામલે પોલીસ અધિક્ષક ચંદ્ર મોહન સિંહે કહ્યું કે વ્યક્તિ વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.