સુરત(Surat): વીર નર્મદ યુનિવર્સિટી(VNSGU)ના બેચલર ઓફ કોમર્સ(B.com)ના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ વિષયની બન્ને પરીક્ષામાં પાસ થવા માટે ઉતરવહી બુકના પાના વાળીને રૂ. 200-200ની નોટ સ્ટેપલર મારીને મૂકી હતી અને તેમાં લખ્યું કે, મને કાઈ આવડતું નથી.
આ ઘટના એવી હતી કે વર્ષ 2020ના નવેમ્બર અને ડિસેમ્બરમાં B.comની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પેન અને પેપર મોડથી લેવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ 2 વિષયના બે પેપરની બન્ને ઉતરવહી ના પેજ નં. 9 અને 10 વાળ્યા હતા અને તેમાં રૂ.200ની નોટ સ્ટેપલ મારી મૂકી દીધી હતી. જે પછીના પેજ નં. 11 પર લખ્યું કે,‘મને વધારે કાઈ આવડતું નથી, પ્લીઝ ઓપન પેજ, થેંક્યું આભાર’.
આ બન્ને ઉતરવહી યુનિવર્સિટીમાં ચેકિંગ માટે આવી હતી. તે પછી આન્સર બુક ચેકિંગ કરનારા પ્રોફેસર દ્વારા આ બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ વિષયની બંને પરીક્ષામાં 54 વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાયા હતા.
યુનિવર્સીટી દ્વારા 0 માર્ક્સ સાથે રૂ. 500ની પેનલ્ટી:
VNSGU યુનિવર્સિટીએ વિદ્યાર્થીની રજૂઆત સાંભળી હતી અને તે પછી નિયમો મુજબ વિદ્યાર્થીને એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ બન્ને વિષયમાં 0 માર્ક્સ આપવામાં આવ્યા હતા. તે સાથે રૂપિયા 500ની પેનલ્ટી પણ કરવામાં આવી હતી અને બન્ને ઉતરવહીમાં મૂકાયેલી રૂ. 200-200ની બે નોટ વિધાર્થીને પરત કરવામાં આવી હતી.
ઓનલાઇન પરીક્ષા કોલેજમાં લેવાશે:
જણાવી દઈએ કે, યુજી અને પીજીની જુદા જુદા કોર્ષોની મોક ટેસ્ટ 12 જાન્યુઆરીથી શરૂ થનાર છે. કોરોનાની સ્થિતિને જોતા યુનિવર્સિટીએ મોક ટેસ્ટ ઘરેથી આપી શકાય તે પ્રકારની સુવિધા ઊભી કરી છે. યુનિવર્સિટીએ કડક શબ્દમાં સૂચના આપતા કહ્યું છે કે, મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓના ગેરરીતિના કેસો વધુ આવશે તો 27 જાન્યુઆરીથી શરૂ થતી મુખ્ય જાહેર ઓનલાઇન પરીક્ષા ડિપાર્ટમેન્ટ કે કોલેજમાં આપવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.