ઉત્તરાયણમાં ધાબા પર ચડો તે પહેલા આ નિયમો વાંચી લેજો, નહિતર મહેમાન બનીને ઘરે પહોચી જશે પોલીસ

આગામી સમયમાં ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની તૈયારીઓ શરુ કરી દીધી છે. પરંતુ ઉત્તરાયણના દિવસે જો આ નિયમો ભૂલ્યા તો સીધું જ પોલીસ સ્ટેશનમાં જવું પડી શકે છે. એટલે ધાબા પર પતંગ ચગાવતા પહેલા ચડો તો આ નિયમો વાંચી લેજો.

ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ(Ahmedabad) પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ વેચવા કે ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તથા ડંડા કે લાકડી વડે પતંગ લૂંટવા પર તેમજ ધાબે જોખમી રીતે પતંગ ચગાવી બેદરકારીથી પતંગ ચગાવવા પર તથા જાહેર રોડ પર પતંગ ચગાવવા કે લૂંટવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ મોટા મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી ઘર્ષણ ઉભું કરવા તથા ધાબા પર મહેમાનો કે ભીડ ભેગી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તહેવાર દરમ્યાન પોલીસ સ્ટેશન જવું પડી શકે છે:
ઉત્તરાયણ દરમ્યાન અકસ્માત, મારામારી, ઘર્ષણ જેવા અનેક બનાવો સામે આવતા હોય છે. જેને ટાળવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના નિયમો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની સાથે પતંગ રસિયાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પણ કડકાઈથી પાલન કરવું પડશે. કારણ કે અમદાવાદ શહેર પોલીસ ઉત્તરાયણ દરમિયાન ધાબે જઈને પણ ચેકીંગ હાથ ધરશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *