પતંજલિના નામે નકલી ઘી વેચતી કંપનીનો ભાંડો ફૂટ્યો- અત્યાર સુધીમાં કેટલાય લોકોએ…

હિમાચલ પ્રદેશ(himachal pradesh): મોટી મોટી ખાણીપીણીની જે પણ કંપનીઓ છે જેનું મુખ્ય કારણ લોકોને સારી ગુણવતા વાળું ખાવાનું અને પીવાનું આપવું. પરતું અહિયાં વાત કઈક સાવ અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. જેમાં આપણે પતંજલિ(Patanjali) જેવી વૈશ્વિક સંસ્થાઓ પર  જ્યારે આંખ બંધ કરીને ભરોસો કરી રહ્યા છીએ ત્યારે એક લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય.

લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતો કિસ્સો હિમાચલ પ્રદેશના પરવા વિસ્તારમાં પતંજલિની નકલી ઘી(Fake ghee) બનાવતી કંપનીનો પર્દાફાશ થયો છે. પરવાણુ પોલીસ સ્ટેશનમાં સેક્ટર-1 રહેવાસી કેતન પટેલની ફરિયાદ પરથી છેતરપિંડી અને ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પતંજલિ આયુર્વેદ લિમિટેડને બાતમી મળી હતી કે, ઠાસરા નંબર 825 સેક્ટર 2માં ગૌતમ ઈન્ડસ્ટ્રીઝના નામથી કામ કરતો દીપક જૈન પતંજલિ ઘીના બોક્સ જેવા દેખાતા બોક્સ તૈયાર કરીને પતંજલિનું નકલી ઘી સપ્લાય કરે છે. તે પતંજલિ કરતાં ઘણી ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવતી હતી. પતંજલિના ઓરિજિનલ ઘીના બોક્સ પર QR કોડ છે, પરંતુ આરોપીઓ દ્વારા માર્કેટમાં બનાવેલા અને આપવામાં આવેલા બોક્સ પરનો QR કોડ સ્કેન કરવામાં આવતો ન હતો.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આના પરથી એવું જણાય છે કે, દીપક જૈન છેતરપિંડી કરી રહ્યો છે અને પતંજલિ જેવું નકલી ઘી બજારમાં ઓછા ભાવે સપ્લાય કરી રહ્યો છે. આ એક ગુનો છે તેમજ ટ્રેડ માર્કના નિયમોનું ઉલ્લંઘન છે. પોલીસે ગૌતમ ઇન્ડસ્ટ્રીઝમાંથી પતંજલિ દેશી ઘીના 2 બોક્સ કબજે કર્યા છે.

પોલીસ દ્વારા સર્ચ કરવા પર તમામ 24 પેકેટ પરના QR કોડને સ્કેન કરી શકાયો નથી. કેસની પુષ્ટિ કરતા ડીએસપી યોગેશ રોલ્ટાએ જણાવ્યું હતું કે, સેક્ટર-2માંથી નકલી ઘી સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *