છેલ્લા કેટલાક દિવસોથી સોનું રૂ.48,000ની નીચે જોવા મળી રહ્યું છે. આ દરમિયાન જોવામાં આવે તો સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સતત વધઘટ થઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું 0.06 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તે દરમિયાન ચાંદીના ભાવમાં પણ 0.12 ટકાનો ઘટાડો થયો છે.
જાણો કેટલું સસ્તું થયું સોનું અને ચાંદી?
આજે, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે MCX સોનું 0.06 ટકા ઘટીને રૂ. 47,659 પ્રતિ 10 ગ્રામ છે. તેમજ આજના કારોબારમાં ચાંદી 0.12 ટકાના ઘટાડા સાથે 61,030 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે.
તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાની કિંમત:
ગુજરાતના મુખ્ય શહેરોમાં ચાંદીની કિંમત:
ચાંદીની કિંમત 60,800 રૂપિયા પ્રતિ કિલો હતી. આ એક દિવસ પહેલાના ભાવ કરતાં 400 રૂપિયા વધુ છે. તેમજ તમને જણાવી દઈએ કે આ પહેલા ચાંદીના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં ઘણા દિવસો એવા હતા જ્યારે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે 22 કેરેટ સોનાની કિંમત:
1 ગ્રામ સોનાની કિંમત રૂ 4,550, 08 ગ્રામ સોનાની કિંમત રૂ 36,400, 10 ગ્રામ સોનાની કિંમત 45,500 રૂ અને 100 ગ્રામ સોનાની કિંમત રૂ 4,055 નોંધાયા છે.
આજે 24 કેરેટ સોનાની કિંમત:
1 ગ્રામ સોનાની કિંમત 4,840 રૂપિયા, 8 ગ્રામ સોનાની કિંમત 38,720 રૂપિયા, 10 ગ્રામ સોનાની કિંમત 48,400 રૂપિયા તેમજ 100 ગ્રામ સોનાની કિંમત રૂપિયા 4,84,000 નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.