ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના માણાવદર(Manavadar)માં મહિલાના આપઘાતની ઘટના સામે આવવાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં પુત્રના આક્ષેપ અનુસાર તેમની માતાનો જીવ પ્રસાશનની ડીમોલિશન(Demolition)ની કામગીરીએ લીધો હોવાનું સામે આવ્યું છે. માણાવદરની ખારા નદીના કિનારે રિવરફ્રન્ટ(Riverfront)ની કામગીરી દરમિયાન ડિમોલિશનની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણો દુર કરવાની પ્રક્રિયામાં દીકરાના મકાનો ધરાશાયી કરાતાં માતાએ એસિડ ગટગટાવી લીધુ હતુ. એસિડ પી લેવાને કારણે મહિલાનુ કરુણ મોત નિપજ્યુ હતુ. જેને કારણે મૃતક મહિલાના દીકરાની ફરીયાદ આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના માણાવદરમાં બાંટવા રોડ પર તંત્ર દ્વારા રિવર ફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નદી કાઠે આવેલા સરકારી જમીન પર આવેલા મકાનોનું પાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અહી પોતાની આખી જિંદગી કાઢી ચૂકેલા દેવુંબેન નાનુભાઈ સોલંકી નામની વૃદ્ધ મહિલાને પોતાનું જીવન મૂડીનું ઘર ગુમાવવાનો વખત આવ્યો હતો. જેને લીધે તેમને ઘણી વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ તેમની રજૂઆત કોઈ ન સાંભળતા વૃદ્ધ મહિલાએ જીવન ટુકાવી નાખતા ચકચાર મચી ગઈ છે. એસિડ પીધા બાદ આ મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અને પરિવારના ઘરના સભ્યો સાથે મોભી ગુમાવવાનો પણ વારો આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક વૃદ્ધાના દીકરાના જણાવ્યા અનુસાર, અમે ત્રણ ભાઈઓ અલગ અલગ ઝુંપડામાં છેલ્લા 40 વર્ષથી અહિયાં રહેતા હતા. પણ રિવર ફ્રન્ટની કામગીરીમાં અમારા મકાન પાડી દેવામાં આવતા અમે રસ્તાપર આવી ગયા, મારી બાને આ કારણે ખૂબ જ આઘાત લાગ્યો અને અમારું દીકરીઓ વાળું ઘર છે એટલે તે સતત ચિંતામાં રહેતા હતા કે હવે આપડું શું થશે. કયા રહીશું જેથી વધુ આઘાત લાગવાને કારણે તેમણે એસીડ પી ને મોતને વ્હાલું કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.