દુનિયામાં ઘણા લોકો એવા છે, જે જન્મતાની સાથે જ સુંદરતાનો ખજાનો સાથે લઈને આવે છે. ઘણા લોકો ભગવાન પાસેથી ઉંમર ન દેખાય તેવું વરદાન લઈને જ જન્મતા હોય છે. તમે ઘણીવાર એવા લોકોને જોયા હશે, કે જેની ઉંમરનું અનુમાન લગાવી નથી શકતા. આજે એક એવી જ મહિલાની વાત અહીંયા કરવાના છીએ, જેને જોતા જ લોકો તેની સાથે ડેટ પર જવા તૈયાર થઈ જાય છે, પરંતુ ઉંમર સાંભળતા જ તેમના હોશ ઉડી જાય છે.
View this post on Instagram
એક મહિલાએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં લોકો તેને પસંદ કરે છે, પરંતુ જ્યારે તેની ઉંમરની ખબર પડે છે ત્યારે સામેવાળી વ્યક્તિ તેની સાથે જવા માટે સો વાર વિચાર કરે છે.” આજે પણ આ મહિલા સાથે ડેટ ઉપર જવા લોકો તરસી રહ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી એક મહિલાએ ટીક ટોકમાં એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આ મહિલાએ જણાવતા કહ્યું હતું કે, ‘આજે પણ મારી ખૂબસૂરતી જોઈને લોકો દિવાના થઈ રહ્યા છે, પરંતુ જ્યારે તમને મારી ઉંમર વિશે જાણ થાય છે ત્યારે મારી સાથે આવવા સો વખત વિચાર કરે છે.’ ખરેખર 20-21 વર્ષની યુવતી જેવી દેખાતી આ મહિલાની ઉંમર 44 વર્ષ છે.
View this post on Instagram
Tiktok પર શેર કરેલો વિડિયો, અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. મહિલાએ કેપ્શન માં લખ્યું હતું કે, “કોઈ પણ ઉંમર છુપાવતા પાર્ટનરની ચાહત નથી રાખતા!” મહિલાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, અને અત્યાર સુધીમાં ૪૧ હજાર લોકોએ મહિલા ના વિડીયો માં કોમેન્ટ કરી છે. 20 વર્ષની દેખાતી યુવતી, ખરેખરમાં ૪૪ વર્ષની છે, આ વાત જાણી ઘણા લોકો, તેની સાથે જવાની મનાઈ કરી દે છે. ખરેખર મહિલાની સુંદરતા અને પર્સનાલિટી એવી છે કે, કોઈપણ તેની ઉંમર પારખી શકતું નથી.
View this post on Instagram
ઘણા લોકોએ પોઝિટિવ કોમેન્ટ કરતા મહિલાને જણાવ્યું હતું કે, “એ દરેક પુરુષો નાસમજ હશે. જો મહિલાને સારી પર્સનાલિટી હોય અને સારી માણસાઈ ધરાવતી હોય તેને ઉંમર ધ્યાનમાં લેવાતી નથી.” તો બીજા યુઝર્સે લખ્યુ હતું કે, ઉંમર તો એક માત્ર નંબર છે, ખરેખરમાં તો વ્યક્તિનું દિલ મહત્વનું છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.