મંગળવારે ભારતીય નૌકાદળના વિનાશક INS રણવીરમાં(Ranvir Accident) થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ નૌકાદળના કર્મચારીઓના મોત થયા હતા. ઉપલબ્ધ ઇનપુટ્સ અનુસાર, મુંબઈના નેવલ ડોકયાર્ડમાં બનેલી આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
ANIના ઇનપુટ મુજબ ઘાયલ ખલાસીઓની સ્થાનિક નૌકાદળ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કથિત રીતે વિસ્ફોટ યુદ્ધ જહાજના આંતરિક ડબ્બામાં થયો હતો.તરત આ ઘટનાને જવાબ આપતા, જહાજના ક્રૂએ પરિસ્થિતિને કાબૂમાં લીધી. મોટી સામગ્રી નુકસાનના કોઈ અહેવાલ નથી.
નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધ જહાજ પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ-કોસ્ટ ઓપરેશન પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ” ઘટનાની તપાસ કરવા માટે તપાસ બોર્ડને આદેશ આપવામાં આવ્યો છે.”
INS Ranvir 1986 માં નેવીમાં શામેલ થયું હતું. તે એક ડિસ્ટ્રોયર જહાજ છે. જેની લંબાઈ 148 મિટર છે.