ગુજરાતની કાળજું કંપાવતી ઘટના! પુરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર પાછળ ઘુસી ગઈ- બે બાળકો સહીત 5 ના મોત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ-ધાનેરા હાઈવે (Tharad-Dhanera Highway) પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોનું મોત થયું છે, જ્યારે 3થી…

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ-ધાનેરા હાઈવે (Tharad-Dhanera Highway) પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોનું મોત થયું છે, જ્યારે 3થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ મૃતકોના મૃતદેહને પીએમ અને તમામ ઇજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોથી મળેલી માહિતી મુજબ ટ્રેક્ટરની પાછળ અલ્ટો કાર આવી રહી હતી ત્યારે ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારી હતી જેના કારણે ઓવરટેક કરી રહેલા અલ્ટો કારના ચાલકે બેલેન્સ ગુમાવી દેતા કાર ટ્રેક્ટરની પાછળ અથડાઇ હતી. આ દર્દનાક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 બાળકો અને 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

તે જ સમયે, ત્રણથી વધુ ઘાયલોને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા આસ્થા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો ક્રમ જેવો જોવા મળી રહ્યો છે. જેમાં થરાદ-ધાનેરા હાઇવે પર જોરપુરા પાટિયા પાસે અલ્ટો કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ તાત્કાલિક 108 સહિત ધાનેરા પોલીસને કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *