ભાવવધારો ગૃહિણીઓ માટે બનશે કમરતોડ, સિંગતેલ અને કપાસિયા તેલમાં ઝીંકાયો ધરખમ વધારો

ગુજરાત(Gujarat): પેટ્રોલ-ડીઝલ બાદ હવે સિંગતેલ(Singtel oil) અને કપાસિયા(Cottonseed oil) તેલના ભાવમાં વધારો થતા હવે ગૃહિણીઓ(Housewife)ની ચિંતામાં વધારો થયો છે. એક બાદ તમામ વસ્તુઓના ભાવ વધતા હવે આમ જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. ત્યારે હવે તેલના ભાવમાં વધારો(Rise in oil prices) થતા ફરી ખિસ્સા ખાલી થવાનો સમય આવી ગયો છે.

રાજકોટ શહેરમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. સોયાબીન તેલની માંગ ઓછી થતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જો વાત કરીએ તો ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયા જેટલાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધતાની સાથે જ ફરી સીંગતેલનો ડબો 2300ના ભાવ પર પહોંચી ગયો છે. તો સાથે જ કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે.

જો વાત કરવામાં આવે તો સનફ્લાવર, કોર્ન ઓઈલ, અને ઘીના ભાવ યથવાત રાખવામાં આવ્યા છે. પરંતુ સોયાબીનને કારણે કપાસિયા તેલ અને  સિંગતેલના ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારો ગૃહિણીઓ માટે ખુબ જ મુશ્કેલી ભર્યો બની રહેશે. જેની સીધી અસર ઘરના બજેટ પર પડશે. ત્યારે જોઈએ તો ગૃહિણીઓને શાકભાજી, દાળ સહિત કિચનમાં વપરાતી અનેક વસ્તુઓ પર ભાવવધારાનો સામનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારીઓનુ કહેવુ છે કે સિંગતેલ અને કપાસિયા તેલમાં હજુ પણ ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. હજુ આગામી દિવસોમાં આ તેલના ભાવમાં વધારો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *