પાણીપુરી(Panipuri) આજકાલ નાનાથી લઈને દરેક લોકોને ભાવતી વાનગી છે. ખાસ કરીને છોકરીઓ પાણીપુરી જોતાં જ બાવરી થઈ જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા (Social Media) માં એક એવો વિડિયો વાઇરલ (Viral video) થયો છે, જેમાં એક ગાય અને વાછરડું પાણીપુરીનો સ્વાદ માણી રહી છે. જોતજોતામાં આ બંને ગયો કેટલીય પાણીપુરી દાબી જાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક ગાય અને વાછરડું એક પછી એક પાણીપૂરી ખાઈ રહી છે. બંને ગાયોના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં, લોકો માં ધૂમ મચાવી છે. વપરાશકર્તાઓ ભાતભાતની ટિપ્પણી કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વિડીયો ક્યાંનો છે, તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં વાયુવેગે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોઈને પસંદ કર્યો છે સાથોસાથ શેર કર્યો છે.
વીડિયોમાં, પાણીપુરીની લારીએ પાણીપુરી વાળો પાણીપુરી બનાવી રહ્યો હોય છે ને, ત્યાં ઉભેલી ગાયોને પોતાના હાથે જ પાણીપુરી બનાવી ગાયને ખવડાવી રહ્યો છે. વારાફરતી બંનેને એક-એક પાણીપુરી ખવડાવો તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.