રાજકોટમાં એસિડના કારણે મુત્યુ પામેલી પત્નીના અંતિમ સંસ્કાર પુરા કરી લાપતા થયેલા પતિનો મૃતદેહ મળ્યો! 

આજકાલ હત્યા અને આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે રાજકોટના ઉપલાકાંઠા(Upalakantha of Rajkot) વિસ્તારની એક રહેવાસી અને GPSCની તૈયારી કરતી એક પરિણીત તા.13ના ઘરેથી બહાર નીકળ્યા પછી શાપરમાં એસિડ પી ગયેલ હાલતમાં જોવા મળી આવી હતી. તેમજ આ પરિણીતની સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ શુક્રવારે પરિણીતાની લૌકિક ક્રિયા પૂર્ણ થયા પછી શનિવારના રોજ પરિણીતાનો પતિ પોતાના ઘરેથી લાપતા થયો હતા. છેવટે 2 દિવસ બાદ આજે ખુબ જ ગંભીર હાલતમાં રાંદરડા તળાવમાંથી તેના પતિની લાશ મળતા લોકોમાં શોકનો માહોલ છવાયો હતો. તેમજ હાલ થોરાળા પોલીસ(Thorala police) દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી છે તેમજ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિણીત તેના પતિ સાથે GPSCની તૈયારી કરી રહી હતી:
મળતી માહિતી અનુસાર દૂધસાગર રોડની બાજુના હાઉસિંગ બોર્ડ નજીકના અમરનગરમાં રહેતી મૃતક શીતલ મહેશભાઇ ચનિયારા (ઉ.વ.25) અને તેનો પતિ મહેશભાઇ GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શીતલ દરરોજ બપોરે પોતાના ઘરેથી બહાર આવી માલવિયાનગર ચોક પાસે આવેલ લાઇબ્રેરીમાં વાંચવા માટે જાય છે. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે તા.13ના બપોરે ઘરેથી લાઇબ્રેરી વાંચવા જવાનું કહીને બહાર ગયા પછી તે લાપતા થઇ હતી અને વધુમાં જાણવા મળ્યું છે કે તા.14ના શાપરમાંથી પરિણીત બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિકપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન તા.17ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.

બહાર ગયા પહેલા મહેશે પોતાનું પર્સ અને મોબાઇલ ઘરે જ મુકીને ગયો હતો:
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે શીતલનું એસિડ પીવાને કારણે મોત નીપજ્યું છે. જોકે આ અંગે શીતલને જબરદસ્તીથી એસિડ પીવડાવી કોઇએ હત્યા કર્યાનો તેના પિયર પક્ષે આરોપ નાખ્યો છે. પોલીસ દ્વારા આ બાબતે કોઈ તપાસ કરવામાં આવી નથી. તેમજ તેના મૃત્યુ બાદ આ ઘટનામાં નવો વળાંક જોવા મળ્યો છે જેમાં મૃતક શીતલનો પતિ મહેશ ચનિયારા (ઉ.વ.27) શનિવારની સવારે પોતાના ઘરેથી બહાર નીકળી ગયો હતો અને આજે ખુબ જ ખરાબ સંજોગોમાં મૃતક શીતલના પતિ મહેશ ચનિયારા રાંદરડા તળાવમાંથી લાશ મળી આવી હતી.

પત્નીના મૃત્યુ બાદ મહેશ ગુમસુમ રહેતો હતો:
મહેશના ગુમ થયા બાદ મહેશના પરિવારજનોને અનેક સ્થળે તપાસ કરી હતી. તેમજ મહેશ ન મળતા મહેશના ગુમ થવા અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ ચનિયારા પરિવારનું કહેવું હતું કે, શુક્રવારના રોજ મૃતકની તમામ ધાર્મિક વિધિ પૂર્ણ થઇ હતી. તેમજ પત્નીના મૃત્યુ થયા પછી તે સતત ગુમસુમ રહેવા લાગ્યો હતો અને ત્યાર પછી તે લાપતા થયો હતો. તેમજ હાલ તેણે તળાવમાં કૂદીને આપઘાત કર્યો કે? પતિ સાથે શું થયું? તેમજ તેનું મોત કયા કારણસર થયું? તે બાબત જાણવા માટે થોરાળા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવીને આ ઘટના અંગે તમામ કાયદેસરની કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *