અચાનક જ રોડ પર નીલગાય આડી આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબુ- અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત

ગુજરાત(Gujarat): બનાસકાંઠા(Banaskantha)ના ડીસા-થરાદ(Deesa-Tharad) રોડ પર ગોઝારા અકસ્માત(Accident)માં બે સગા ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે જ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટના અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બનાસકાંઠાનાં ડીસા-થરાદ માર્ગ પર આગથળા પાસે ગાડી વચ્ચે નીલગાય આવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ડીસાથી થરાદ બાજુ જઈ રહેલા મેવાડ પરિવારને અંધારામાં રસ્તા પરથી અચાનક જ નીલગાય પસાર થતી હતી જે દેખાઈ નહોતી.

પરિણામે ચાલકે હુન્ડાઈ કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ખેતરમાં ઘૂસી જવા પામી હતી. આ ઘટનામાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મૃતકોની યાદી:
પાલનપુરના સતીશ ગીરધરભાઇ મેવાડા,દિનેશ ગીરધરભાઇ મેવડાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી:
ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માત અંગેની જાણ થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહન વ્યવહારને ફરીથી શરુ કરવાની સાથે જ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *