હાલમાં ખુબ જ ઠંડી પડી રહી છે. આવા સમય દરમિયાન લગભગ 12,000 ફૂટ ઉંચા ચુરધર (Churdhar) શિખરને અડીને આવેલા બરફીલા જંગલમાં ચારેબાજુ બરફના જાડા થર વચ્ચે લગભગ વગર કપડે ધ્યાન કરતા સન્યાસીનો (Hermit meditating) એક વીડિયો સામે આવ્યો છે. આ સાધુનું નામ વિશ્વાનંદ (Vishwananda) છે. આવી પરિસ્થિતિમાં આ સાધુ ચૌરસના જંગલમાં ખિલગ નામની જગ્યાએ તેની ઝૂંપડી પાસે ખુલ્લા આકાશ નીચે સખત સાધના કરી રહ્યા છે.
આ સાધુ બે ફૂટથી વધુ બરફમાં તપસ્યામાં લીન થયેલા જોવા મળે છે. તેમજ આ સાધુને પહેલીવાર યોગાસન કરતા જોવા મળ્યા છે, તેવું કહેવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, સબ-ડિવિઝન સંગ્રાહ હેઠળના ચુરધાર શિખરને અડીને આવેલા હિમાલયના જંગલોમાં આ દિવસોમાં જ્યાં સુધી જોઈ શકાય છે, માત્ર બરફ જ બરફ છે.
ઘણી વખત આ સાધુઓ નૌહરાધર ખાતેના શિવ મંદિરમાં પ્રાર્થના (સિરમૌરમાં ધ્યાન માં મગ્ન સાધુ) પણ કરે છે અને લોકો સાથે બહુ ઓછી વાત કરે છે. જાણવા મળ્યું છે કે, એક સ્થાનિક યુવક ચૌરસના બર્ફીલા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, જેણે સાધુને બરફની વચ્ચે તપસ્યામાં લીન જોઈને આ વીડિયો બનાવ્યો.
આ દ્રશ્ય જોઈને તે યુવક પોતે પણ ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે જંગલમાં એકલા રહેતા આ સાધુ વિશે લોકોને કોઈ જ પ્રકારની જાણકારી નહોતી. મળતી માહિતી અનુસાર લગભગ અડધા કલાક સુધી તેણે તે સાધુને બરફમાં સમાઈ ગયેલા જોયા અને કડકડતી ઠંડીને કારણે તે સાધુની તપસ્યામાં ખલેલ પહોંચાડ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. સાધુની આંખો બંધ હતી તેમજ તેના ચહેરા પર થીજી ગયેલી ઠંડીમાં પણ ધ્યાનની મુદ્રામાં કોઈ ફેરફાર ન હતો.
આવો વીડિયો પહેલીવાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આવા સાધુઓની સાધના આગળ બર્ફીલી ઠંડી પણ અપ્રભાવી લાગે છે. આ દિવસો દરમિયાન લગભગ 12 ફૂટ બરફથી ઢંકાયેલા શિરગુલ મહારાજ મંદિર પરિસર ચૂરધારમાં એક સાધુ પોતાના શિષ્ય સાથે આશ્રમમાં રહે છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.