આજકાલ ઘણા માર્ગ અકસ્માત (Accident)સર્જાતા જોવા મળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે પાટણ(Patan)ના વરાણા ગામ(Varana village)પાસે મોડી રાત્રે એક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે અલ્ટો કારમાં કુલ 6 લોકો હાજર હતા. જેમાંથી બે સગા ભાઈ બહેનના ગંભીર અકસ્માતના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે મૃતક દીકરીના લગ્ન હતા, જે પહેલા જ તે અકસ્માતના કારણે મૃત્યુ પામી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના મોડી રાત્રે પાટણના વરાણા પાસે અલ્ટોકાર અને એક ખાનગી બસ વચ્ચે સર્જાય હતી. જેમાં બે સગા ભાઈ બહેનના ગમખ્વાર અકસ્માતના કારણે મોત નીપજ્યા હતા. મૃતક દીકરીનું નામ હેતલ કાન્તિભાઈ સોલંકી અને દીકરાનું નામ નિકુલ કાન્તિભાઈ સોલંકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ અકસ્માત દરમિયાન બીજા લોકોને ગંભીર ઈર્જા થઇ હતી.
ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે સ્થાનિક લોકો પહોચી ગયા હતા. આ અકસ્માત દરમિયાન સગા ભાઈ બહેનના મોત થઇ જવાને કારણે ઘરમાં લગ્નનો અવસર હાલ માતમમાં ફેરવાયો હતો. એક જ પરિવારમાં બે સગા ભાઈ બહેનના મોતની જાણ થતા સોલંકી પરિવારમાં હાલ દુઃખનું આભફાટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર તા. 10/02/2022ના રોજ દીકરીના લગ્ન હોવાથી ઘરે જાન આવવાની હતી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે મૃતક હેતલની ડોલી ઉઠવાને બદલે અર્થી ઉઠાવવી પડી હતી. રાત્રી દરમિયાન સર્જાયેલ આ અકસ્માતમાં ખાનગી બસ એટલી જોરથી ટક્કર લાગી હતી કે અલ્ટોકારમાં આગળ બેસેલા બંને સગા ભાઈ બહેનને ગાડીમાંથી કાઢવા માટે જેસીબી મદદ લેવી પડી હતી. જેસીબીની મદદથી બને મૃતકોને કારમાંથી કાઢવામાં આવ્યા હતા. સોલંકી પરિવાર શંખેસ્વરના ટુવડ ગામનો છે. ગામમાં જે માહોલ સુખનો હતો તે બે સગા ભાઈ બહેનના મોત પછી દુઃખમાં ફેરવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.