આઠ વર્ષની બે ગુજરાતી દીકરીઓ એ હિમાલયની ૧૫ હજાર ફૂટ ઉપર આવેલી બુરાન ઘાટી સર કરી રેકોર્ડ બનાવ્યો

હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. ગુજરાતના વડોદરા(Vadodara) શહેરની 8 વર્ષની 2 બાળકીએ હિમાલય (Himalayas)ના 15 હજાર ફિટ ઉપર આવેલી બુરાન ઘાટી(Buran…

હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. ગુજરાતના વડોદરા(Vadodara) શહેરની 8 વર્ષની 2 બાળકીએ હિમાલય (Himalayas)ના 15 હજાર ફિટ ઉપર આવેલી બુરાન ઘાટી(Buran Valley) સર કરી રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે 15 હજાર ફિટ પર રેપલિંગ કરી 7 કલાક ચાલ્યા બાદ ઘાટીની બીજી બાજુ મૂનરંગ ઊતરીને સૌથી નાની ઉંમરમાં આ ઘાટી સર કરનાર તરીકે તેમનું નામ નોંધાવ્યું હતું. જે ખરેખર ખુબ જ પ્રશંશનીય વાત છે.

આ 8 વર્ષની બંને બાળકીએ સૌથી નાની ઉંમરમાં આ ઘાટી સર કરનાર તરીકે તેમનું નામ નોંધાવી તેમના પરિવાર તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વાસણા રોડ પર રહેતી રાયના પટેલ અને ઈલોરાપાર્ક ખાતે રહેતી શનાયા ગાંધી ધોરણ 3માં અભ્યાસ કરે છે. જાણવા મળ્યું છે કે, તેઓએ અગાઉ કેદાર કંથા અને તેની ઉપરનાં શિખર સર કર્યાં છે.

મળતી માહિતી અનુસાર, 8 વર્ષની બંને બાળકી 11 જુનના રોજ 13 વ્યક્તિ સાથે ટ્રેકિંગ માટે નીકળી હતી. 12મીએ 9200 ફિટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ત્યાંથી આગળ લીથમ ખાતે 2 દિવસ રોકાણ કર્યું હતું. જે બાદ શનિવારે વહેલી સવારે 3 વાગે ચઢાણ શરૂ કર્યું હતું. 15 હજાર ફૂટની ઊંચાઈએ દોરડાથી બીજી બાજુ ઊતરવા રેકોર્ડિંગ કરી ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું. રવિવારે તેઓ સીમલા ખાતે પહોંચ્યા હતા.

લીથમ ખાતે બે દિવસ ફરજિયાત રોકાવું પડે:
જાણવા મળ્યું છે કે, 13 હજાર ફૂટની ઊંચાઇએ આવેલા લીથમ ખાતે બે દિવસ ફરજિયાત રોકાણ કરવું પડે છે. ઉપર હવા પાતળી થતી હોવાથી જો ત્યાં રોકાય નહીં તો શ્વાસ લેવામાં તકલીફ પડે અને આગળના શિખર સર કરવા શક્ય ન બને. તેથી શરીરને વાતાવરણમાં સેટ કરવા માટે ફરજીયાત પણે ત્યાં રોકાવું પડે છે.

ટ્રેકિંગ માટે સ્પેશિયલ મંજૂરી મેળવાઈ:
આટલી ઉંચાઈ પે જવા માટે યોગ્ય ઉમર નોંધવામાં આવે છે. જે સામાન્ય રીતે 15 વર્ષ કે તેથી વધુ ઉમરના બાળકોને મંજૂરી આપવામાં આવે છે. તેથી 8 વર્ષની બંને બાળકીને આટલી ઊંચાઈ પર જવાની મંજૂરી હોતી નથી. ત્યારે ટ્રેકિંગ કંપનીએ બંને બાળકીના વાલીઓએ સ્પેશિયલ મંજૂરી મેળવી હતી અને જણાવ્યું કે, અગાઉ પણ તેઓ કેદાર કંથા અને તેની ઉપરનું 13 હજાર ફિટનાં શિખર સર કર્યાં છે. જેના કારણે તેમને આટલી ઉંચાઈ પર જવાની મંજુરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *