નંદુરબારથી ગાંધીધામ જનારી સુપર ફાસ્ટ ટ્રેનમાં ભભૂકી ઉઠી ભીષણ આગ- અંદર રહેલા મુસાફરો…

સુરત(Surat): ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર નંદુરબાર રેલવે સ્ટેશન(Nandurbar Railway Station) પાસે ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ ટ્રેન(Gandhidham-Puri superfast train fire)માં આગ લાગી હતી. પેન્ટ્રી બોગીમાં લાગેલી આગ બે કમ્પાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસન(Railway Administration)ને જાણ કરતાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગના કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી.

પેસેન્જર ભરેલી ટ્રેનમાં ભભૂકી ઉઠી આગ:
નંદુરબારથી ગાંધીધામ જતી સુપરફાસ્ટ ટ્રેનમાં આગ લાગી હતી. પેન્ટ્રી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. બાદમાં પેન્ટ્રી બોગીને અલગ કરવામાં આવી હતી. જો કે બંને કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આથી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ટ્રેનની કામગીરી ખોરવાઈ:
સુપરફાસ્ટ ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેન મુસાફરોથી ભરેલી હોવાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું. જો કે પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. રેલવે અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ટ્રેન સવારે 11 વાગ્યે નંદુરબાર સ્ટેશનથી નીકળી હતી અને આગ લાગી હતી.

કોઈ જાનહાનિ નથી – રેલ્વે
રેલ્વે બોર્ડના સભ્ય સંજય શાહે જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગતાની સાથે જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તપાસ ચાલી રહી છે. આગને કાબુમાં લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *