ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન- પંચમહાભૂતમાં થયા વિલીન- ‘ઓમ શાંતિ’

ભાવનગર(ગુજરાત): તાજેતરમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાની(Vajubhai Jani)નું ભાવનગર(Bhavnagar) ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વજુભાઈ જાનીનું 90 વર્ષની વયે નિધન થતાં કોંગ્રેસે(Congress) સારા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના મહુવા બેઠક પરથી તેઓ સતત બે ટર્મ સુધી ચૂંટાયા હતા. જેમાં તેઓ 1980-85 અને 1985-1990 સુધી મહુવા બેઠક પર વિજેતા બન્યા હતા. તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી(Amarsinh Chaudhary) હતા, ત્યારે તેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા હતા.

મળતી માહિતી મુજબ, રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાન વિજયરાજ નગર ખાતે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધો હતો. આશરે 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. મહુવા બેઠક પર તેઓ સતત બે ટર્મથી વિજેતા બન્યા હતા. આ ઉપરાંત, અમરસિંહ ચૌધરીની સરકારમાં તેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, વજુભાઈનો જન્મ બોરટી ગામે થયો હતો અને તેઓ હંમેશા નિરોગી, સ્વસ્થ, જીવન જીવ્યા હતા. ક્યારેય પણ તેઓ હોસ્પિટલની દાદરો પણ નથી ચડ્યા. તેમણે એ મહુવામાં બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેઓ વિજેતા થયા હતા. આમ, રાજકીય કારકિર્દની શરૂઆત સરપંચથી શરૂ કરી તેઓ રાજ્યના ગૃહ પ્રધાન સુધી પહોંચ્યા હતા.

વજુભાઇને ચાર દીકરાઓ હતા, જેમાંથી નરેન્દ્રભાઈ જાની ગાંધીનગરમાં સચિવાલયમાં કામ કરી ચુક્યા છે, હાલ નિવૃત છે. બીપીનભાઈ જાની પણ પુરવઠા વિભાગમાં કામ કરી ચુક્યા છે, તે પણ હાલ નિવૃત છે. તેમજ કિશોરભાઈ જાની બી.એસ.એન.એલની સર્વિસ કરે છે અને રમેશભાઈ જાની ઇરિગેશનમાં કામ કરી રહ્યા છે.

આ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું હતું કે, “મારા પિતા સરપંચ તરીકે બિનહરિફ, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે બિનહરિફ, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરિફ, જમીન વિકાસ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેન્ક અને 1975થી 1980 અને 1980થી 1990ના સમયમાં ધારાસભ્ય તરીકે પણ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. એક ગાંધીવાદી કાર્યકર તરીકે તેમણે સેવા કરી હતી. સેવા દરમિયાન તેમણે ગામના રસ્તાઓ, પશુઓની સારવાર, પ્રાથમિક સારવાર, એસટી બસના કામો માટે સરાહનીય કામગીરી પણ કરી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *