કોરોના વાયરસ (Corona virus)ને કારણે બધું વેરવિખેર થઇ ગયું છે. તેના જ કારણે શાળાઓ બંધ (Schools closed) કરવામાં આવી હતી. શાળાના કોરિડોરમાં અભ્યાસ કરતા બાળકોને એક રૂમમાં મોબાઈલ સ્ક્રીન પર અભ્યાસ કરવો પડતો હતો. બાળકોનું ભણતર પર કોઇપણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના બેતુલ (Betul) ના એક શિક્ષકે ખુબ જ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, શિક્ષક કમલા દવંદેએ દેશનું ભવિષ્ય બનાવવા માટે જુગાડ પુસ્તકાલય તૈયાર કર્યું. શિક્ષક કમલાએ દવંદેએ બળદ ગાડામાં પુસ્તકો ગોઠવી ‘બળદગાડું પુસ્તકાલય’ બનાવાયું હતું. આ પુસ્તકાલય ઘરે-ઘરે જાય છે તેમજ બાળકોને પુસ્તકોનું વિતરણ કરે છે જેથી તેઓ સરતાથી ભણી શકે. સામાન્ય રીતે બળદ ગાડામાં ખાતર, ઘાસચારો, બીજ વગેરે લાવવા મુકવામાં આવે છે. પરંતુ આ અનોખી પુસ્તકાલયમાં પુસ્તકો હોય છે અને બાળકો તેનો સીધો લાભ થાય છે.
જાણવા મળ્યું છે કે, શિક્ષક કમલાએ આ પુસ્તકાલય માત્ર બે દિવસ માટે ખોલ્યું હતું પરંતુ અનોખી પુસ્તકાલયે બાળકો અને તેમના વાલીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. ગત શનિવારે આ પુસ્તકો શાળામાંથી બાળકોમાં વહેંચવામાં આવ્યા હતા. રામજી ધાના નામના ગામમાં 87 બાળકો ભણતા હતા, પરંતુ બાળકોને પુસ્તકો પહોંચાડવાનું કોઈ સાધન નહોતું. શાળા પાસે પુસ્તકો લઈ જવા માટે કોઈ વાહન પણ ન હતું કે, પછી કોઈ મદદ કરવાવાળું પણ નહોતું.
આ શિક્ષિકાએ જણાવ્યું કે, આ શાળામાં માત્ર 2 શિક્ષકો છે અને તે એકલી જ ફરજ પર હતી. બીજા શિક્ષક કોરોના સંક્રમિત હોવાના કારણે રજા પર છે. ત્યારબાદ શિક્ષકને બળદગાડાની લાઇબ્રેરીનો વિચાર આવ્યો, રોજના 50 રૂપિયામાં બળદગાડું લીધું અને ઘરે ઘરે બાળકોને પુસ્તકો પહોંચાડ્યા.
શિક્ષિકા કમલાની લાઇબ્રેરી જ નહીં, તેનો મોહલ્લા ક્લાસ પણ ખાસ છે. જાણવા મળ્યું છે કે, તેઓ ગામના અલગ-અલગ ઘરોમાં ‘મોહલ્લા ક્લાસ’નું આયોજન કરે છે. જે ઘરમાં ક્લાસ થવાનો હોય ત્યાંના વાલીઓ થાળી-ચમચી વગાડે છે અને આ સ્પેશિયલ બીટ પછી જ ક્લાસ શરૂ થાય છે. કમલા મેડમ બાળકોને શિક્ષિત કરવા માટે જે પગલાં લઈ રહ્યા છે તે માત્ર અન્ય શિક્ષકોએ જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓએ તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.