આ વ્યક્તિના જુગાડે જીત્યું આનંદ મહિન્દ્રાનું દિલ! ભંગાર માંથી બનાવેલી કારને બદલે મળી બોલેરો- જુઓ વિડીયો

Published on: 10:28 am, Thu, 19 May 22

આનંદ મહિન્દ્રા દેશના મોટા ગજાના ઉદ્યોગપતિ છે જે સૌં કોઈ જાણે છે, આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપેલા તેમના એક વચનને પૂર્ણ કરતા જોવા મળ્યા હતા. આનંદ મહિન્દ્રાએ હાલમાં જ ટ્વિટર પર એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો હતો, આજે તેમણે એ વચન પૂરું કર્યું છે.

ઈન્ટરનેટ પેહલાના સમયમાં માત્ર ઝૂઝ માત્રામાં આ શબ્દ વિષે લોકો જાણતા હતા કે ઈન્ટરનેટ શું છે અને તે શું કામ આવી શકે અને આજે ઝૂઝ માત્ર લોકો એવા છે કે જે આ શબ્દથી અજાણ હશે. આજે ઈન્ટરનેટનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે તેના વગર ઘણા બધા કામો કરવા મુશ્કેલ છે ઈન્ટરનેટ દ્વ્રારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરતા પણ ઘણાં લોકો થયા છે દુનિયાના એક ખૂણે બનતી ઘટના પળભરમાં વિશ્વના બીજા ખૂણે પોહચી જાય છે.

anand mahindra commited to gave bollaro and he give it996 - Trishul News Gujarati આનંદ મહિન્દ્રા, ઇનામ, ઈન્ટરનેટ, ઉપહાર, વચન, સોશિયલ મીડિયા

ઘણા બધા લોકો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પોતાના ટેલેન્ટ બતાવવા માટે પણ કરે છે. આવો જ દાખલો એક પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહાર નામના વ્યક્તિએ લોખડના ભંગાર અને કબાડીની વસ્તુઓમાંથી જુગાડ કરીને એક અનોખી જીપ બનાવી હતી અને તેનો વિડીયો બનાવીને તેણે યુટ્યુબ પર શેર કર્યો હતો જે બાદમાં લોકો દ્વારા અન્ય સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો હતો.

દત્તાત્રેય લોહારે બનાવેલી જીપનો વિડીયો આનંદ મહિન્દ્રાએ પણ જોયો હતો અને તેઓ આ યુવાનની પ્રતિભા અને ટેલેન્ટ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને તેમણે પણ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો શેર કરીને એક ભાવુક પોસ્ટ કરી હતી અને તેમાં તેના બનાવનારના ખુબજ વખાણ પણ કર્યા હતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ક્યારેક માણસને સફળતા સુધી પોહચાડી શકે છે.

મહારાષ્ટ્રના દતાત્રેય દ્વારા બનાવેલી જીપ વિશેની એક ખાસ ખાસિયત છે કે આ જીપ અન્ય વાહનોની જેમ સેલ્ફ સ્ટાર્ટ નથી પરંતુ અહિયાં બાઈકની જેમ કિક મારવી પડશે અને પછી તમે તે ચલાવી શકશો. આનંદ મહિન્દ્રાએ પણ યુવાનની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. અને તેમણે પોતાના ઓફિશિયલ આઈડી માંથી પોસ્ટ કર્યું હતું.

આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે અને લખ્યું હતું કે “સ્થાનિક અધિકારીઓ ટૂંક સમયમાં જ આ વ્યક્તિને જીપ ચલાવવાથી રોકશે કારણ કે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેના બદલે હું તેમને બોલેરો ગીફ્ટ તરીકે આપીશ. અમને પ્રેરણા આપવા માટે તેમની રચના “MahindraResearchValley” માં દર્શાવવામાં આવી શકે છે, કારણ કે ‘સંસાધન’ નો અર્થ ઓછા માધ્યમો સાથે વધુ કરવું” આવી રીતે તેમણે યુવાનના વખાણ કર્યા હતા અને વચન પણ આપ્યું હતું.

anand mahindra commited to gave bollaro and he give it - Trishul News Gujarati આનંદ મહિન્દ્રા, ઇનામ, ઈન્ટરનેટ, ઉપહાર, વચન, સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.