પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં હતા. અને હવે ચિદમ્બરમ પૂરી તૈયારીમાં. જાણો શું છે આ રણનીતિ.

રાજનીતિમાં સમય ક્યારે ફરી જાય તે અંગે કહેવું ખુબ જ મુશ્કેલ છે અને જ્યારે તે બદલાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. ભારત દેશની રાજનીતિમાં ફરીવાર એક આવો જ સંયોગ જોવા મળ્યો છે. INX મીડિયા મામલે કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ હાલ ધરપકડથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપવાથી ઈન્કાર કર્યો છે અને તેઓ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. બીજી બાજુ ઈડી અને સીબીઆઈ તેની ધરપકડ કરવા માટે તૈયાર છે. લગભગ 10 વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. આ સમયે તપાસ એજન્સીઓ તેની પાછળ પડી હતી. પરંતુ હવે સમયનું ચક્ર ફર્યું છે અને રાજકીય દાવપેચ પણ બદલાયા છે.

પી.ચિદમ્બરમ અને અમિત શાહ વચ્ચે ગૃહમંત્રીપદનો એક અનોખો સંયોગ સર્જાયો છે. કેમ કે, અગાઉ પી.ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતા તે સમયગાળા દરમિયાન અમિત શાહ એન્કાઉન્ટર કેસમાં તડીપાર થયા હતા. જ્યારે હાલ તરીકે ગૃહમંત્રી અમિત શાહ છે અને પી.ચિદમ્બરમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓના દૂરઉપયોગના આરોપ લાગી રહ્યા છે. પરંતુ આ કહાનીના ફ્લેશબેકમાં જઈએ અને સમયની ઘડીઓને ઘુમાવીએ તો એક દાયકા પહેલા વિપક્ષ તરીકે ભાજપ પણ યુપીએ સરકાર પર આ પ્રકારના જ આરોપ લગાવી રહ્યો હતો અને આ સમયે ગૃહમંત્રીપદે પી.ચિદમ્બરમ હતા.

વર્ષ 2008 થી વર્ષ 2012 સુધી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી રહ્યા હતા.

ભારત દેશમાં ડૉ.મનમોહનસિંઘની સરકાર સમયે વર્ષ 2008માં મુંબઈ પર આતંકી હુમલો થયા બાદ તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. જેને પગલે પી.ચિદમ્બરમને 30 નવેમ્બર 2008ના રોજ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં બીજીવાર સત્તાના સૂત્રો સંભાળનારી ડૉ.મનમોહનસિંઘની સરકારમાં પણ પી.ચિદમ્બરમને જ ગૃહમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. આવી જ રીતે પી.ચિદમ્બરમનો ગૃહમંત્રી તરીકેનો કાર્યકાળ 30 નવેમ્બર 2008થી 31 જુલાઈ 2012 સુધી ચાલુ રહ્યો હતો.

CBI એ વર્ષ 2010માં અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી.

તે સમયે પી.ચિદમ્બરમના કેન્દ્રીય ગૃહમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સોહરાબુદ્દીન શેખ કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં કથિત સંડોવણી બદલ સીબીઆઈએ 25 જુલાઈ, 2010ના રોજ અમિત શાહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમિત શાહને ત્રણ મહિનાના જેલવાસ બાદ 29 ઓક્ટોબર, 2010ના રોજ જામીન મળ્યા અને ઓક્ટોબર 2010થી સપ્ટેમ્બર 2012 સુધી તેમને ગુજરાતમાંથી હદપાર પણ કરવામાં આવ્યા હતા. 2012 સુધી અમિત શાહ ગુજરાતની બહાર રહ્યા અને 2012ની વિધાનસભા ચૂંટણી સમયે સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપી. જોકે સીબીઆઈની અપીલ પર સુપ્રીમ કોર્ટે ફેક એન્કાઉન્ટર કેસની સુનાવણી ગુજરાત બહાર કહ્યું અને મુંબઈમાં સુનાવણી કરવામાં આવી.

ફેક એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને વર્ષ 2014માં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

લાંબી કાયદાકીય દલીલ પછી 30 ડિસેમ્બર, 2014ના રોજ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યાં હતાં. લોકસભા ચૂંટણી 2019માં નવી મોદી સરકારમાં અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. આમ અમિત શાહના ગૃહમંત્રી પદ દરમિયાન પી.ચિદમ્બરમની ધરપકડ થવાની તૈયારીઓ છે અને તેમની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *