“ભાજપને વોટ નહીં દેતા” લખીને ખેડૂતે કરી આત્મહત્યા, વાંચો દર્દનાક પત્ર

Published on: 11:56 am, Thu, 11 April 19

આજે લોકસભા ચૂંટણીના પ્રથમ ચારણનું મતદાન થઇ રહ્યું છે ત્યારે ભાજપ ને ઝાટકો લાગે તેવા સમાચાર આવી રહ્યા છે. હરિદ્વારના લક્સરમાં એક ખેડૂતે લોનના ભાર નીચે દબાઈ આપઘાત કરી લીધો. પોલીસે આ મામલામાં બેંકના એજન્ટની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ ઘટનાથી રાજકારણમાં પણ હલચલ મચી છે કારણ કે ખેડૂત પાસેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ભાજપને વોટ ન આપવાની વાત લખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હરિદ્વારના લક્સરમાં ખેડૂત ઈશ્વરચંદ શર્માએ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂતે સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે એજન્ટ અજિત સિંહે તેને બેંકમાંથી લોન અપાવવાનું વચન આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર લોન અપાવતા પહેલા એજન્ટે બેંક ગેરન્ટી તરીકે ખેડૂત પાસેથી કોરો ચેક લઈ લીધો હતો. જેવી જ ખેડૂતના નામે લોન મળી કે એજન્ટે ચેકથી બધી જ રકમ કાઢી લીધી. જ્યારે ખેડૂતને આ વાતની જાણ થઈ તો તેણે સલ્ફાસ ખાઈ આપઘાત કરી લીધો. ખેડૂતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં લક્યું હતું કે, “પાંચ વર્ષમાં ભાજપ સરકારે ખેડૂતોને ખતમ અને નષ્ટ કરી દીધા છે. આને વોટ ન આપતા નહિતર તમારો ચા વેચવાનો જ વારો આવશે. પાંચ વર્ષમાં બધાં કામ બંધ થઈ ગયાં. ભાજપ સરકારે ખેડૂતોને ખતમ કરી દીધા છે. આજે ભાજપની ખેડૂત દુઃખી છે.”

આ ઉપરાંત ખેડૂતે પોતાની સુસાઈડ નોટમાં બેંક એજન્ટ અજિત સિંહનું નામ પણ લખ્યું છે. ખેડૂત ઈશ્વરચંદે આરોપ લગાવ્યો છે કે કૃષિ કાર્ડ 2012, 2013 અને 2014માં એજન્ટે ડમી રીતે તેના નામે કેટલીય બેંકોમાંથી લાખો રૂપિયાની લોન લીધી છે. તેમને આ લોનના રૂપિયા પણ નથી મળ્યા. ઉલટાના તેના દીકરા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. હાલ પોલીસે ઈશ્વરચંદના દીકરાની ફરિયાદ પર એજન્ટ અજિત સિંહ વિરુદ્ધ કલમ 206 અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.