મિયા ખલીફા (mia khalifa) ના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેના ચાહકો ચોંકી ગયા હતા. અચાનક મિયાને શું થયું તે કોઈને સમજાયું નહીં. ચાહકોએ રાહતનો શ્વાસ લીધો જ્યારે મિયાએ જ તેની તબિયત સારી હોવાની વાત કરી, અને તેના મૃત્યુની વાત માત્ર અફવાઓ છે તેવું સાબિત કર્યું. તમને જણાવી દઈએ કે, ભારતમાં થયેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યા બાદ મિયા સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મિયા ખલીફાના ફેસબુક પેજને મેમોરિયલ પેજ(Memorial Page)માં બદલી દેવામાં આવ્યું હતું. પેજનું શીર્ષક લખે છે, “રિમેમ્બરિંગ મિયા ખલીફા” એટલું જ નહીં તેની પ્રોફાઈલ પિક્ચર પણ ડિલીટ કરી દેવામાં આવી હતી. જેના કારણે તેના મોતની અટકળો વહેતી થઈ હતી. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે મિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું કે અન્ય કોઈ કારણસર આવું થયું હતું.
મિયા ખલીફાએ રવિવારે તેના મૃત્યુના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું હતું. મિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, તે સંપૂર્ણ સ્વસ્થ છે. સાથોસાથ, મિયાએ કહ્યું કે તેના મૃત્યુના સમાચાર તદ્દન ખોટા છે અને તેની સાથે કંઈ થયું નથી. આ ટ્વિટ બાદ મિયાના કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તમને જણાવી દઈએ કે, મિયાની તમામ પોસ્ટ તેના ફેસબુક પેજને મેમોરિયલ પેજમાં બદલ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી.
જો કે, આવું પહેલીવાર નથી થયું કે, મિયા ખલીફાના મૃત્યુની અફવાઓ સામે આવી હોય. મિયાના મૃત્યુના પ્રથમ સમાચાર 2020માં સોશિયલ મીડિયા પર આવ્યા હતા. ત્યારના ચોંકાવનારા સમાચાર એ છે કે મિયા ખલીફાએ આપઘાત કરી લીધો છે. 28 વર્ષીય મિયા ખલીફા વિશ્વભરમાં એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. જોકે, હવે તેણે આ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. મિયાએ ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વિટ પણ કર્યું હતું, જેની તરત જ ચર્ચા થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.