ગુજરાત(GUJARAT): રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કારણે રાજ્યભરમાં શાળાઓ બંધ હતી. ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણ મંત્રીએ શાળાઓ શરૂ કરવા અંગે મોટો નિર્ણય લીધો છે. આગામી 7 ફેબ્રુઆરીના રોજથી જૂની SOP પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રીએ મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારના વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CMશ્રી @Bhupendrapbjpજી સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 5, 2022
રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પરામર્સ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
શાળા સંચાલકે કહ્યું કે, છેલ્લા બે માસથી બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે સેટ થયાં હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થીઓને મોટો લોસ થઇ રહ્યો છે. આ સાથે ઓનલાઇન શિક્ષણમાં બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય પણ વાલીઓને સતાવતો હોય છે, એવું મનોવિજ્ઞાનના સર્વેમાં પણ સામે આવ્યું છે. ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળા શરૂ કરવામાં આવે એવી અમારી માગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વાલીઓ તથા ખાનગી શાળાના સંચાલકો દ્વારા શાળા ફરી ઓફલાઇન શરૂ કરવા માગણી કરવામાં આવી રહી હતી. શાળા સંચાલકો દ્વારા મુખ્યમંત્રી તથા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જોકે, હવે રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે શાળાઓમાં ફરી બાળકો કલરવ ગૂંજશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.