સુરતની પીપી સવાણી શાળાના વિદ્યાર્થીઓ બોર્ડમાં ચમક્યા- સામાન્ય પરિવારના સંતાનોની સફળતાની ચાવી બની પીપી સવાણી સંસ્થા

સુરત(surat): આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ H.S.C. (Science) ના જાહેર થયેલ પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલ(P.P. Savani School)ના ૯ વિધાર્થીઓએ..A1. ગ્રેડ પ્રાપ્ત કરી…

સુરત(surat): આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ H.S.C. (Science) ના જાહેર થયેલ પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલ(P.P. Savani School)ના ૯ વિધાર્થીઓએ..A1. ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.

આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં JEE/NEET પરીક્ષા આપવાની હોય તે પરીક્ષાઓ માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.

ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છતાં દીકરીએ સફળતા મેળવી
મૂળ અમરેલીના બગસરા ગામની અને હાલમાં સુરતની રહેવાસી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવી પરેશભાઈ ડોબરિયાએ A1 ગ્રેડ સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. ધ્રુવીએ પોતાની સફળતા અંગે જણાવ્યું કે, મારાંપપ્પા હીરા મજૂરી કામ કરે છે.અને માતા ઘરકામ કરે છે. મોટો ભાઈ વિકલાંગ અને પથારીમાં છે. હાલ ભાડાના મકાનમાં રહે છે. તેમની પરિસ્થિતી જોઈ ધ્રુવીને ડોક્ટર બનવાની પ્રેરણા મળી. ધો.11 /12 સાયન્સ વિભાગની ફી ભરી શકવાની વ્યવસ્થા ના હોય પી.પી.સવાણી સ્કૂલ દ્વારા સંપૂર્ણ ફી માફી આપવામાં આવી. ધ્રુવીનું NEET પરીક્ષામાં સારું પરિણામ મેળવી એઇમ્સ માથી MBBSમાં પ્રવેશ મેળવવાનું સપનું છે.

પપ્પાનું હાર્ટ એટેકથી અવસાન, પુત્રએ મેળવી સફળતા
સુરતનો રહેવાસી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નારોલા પાર્થ ઘનશ્યામભાઈએ 650 માંથી 482 માર્કસ મેળવીને B1 ગ્રેડ સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. પાર્થે પોતાની સફળતા અંગે જણાવ્યું કે, માતા ઘરકામ સાથે સિલાઈ મશીન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે. અભ્યાસ દરમિયાન પપ્પાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પપ્પાનું સપનું મને કોમ્પ્યુટર એંજિનિયર બનાવવાનું હતું. હાલમાં પાર્થ પરિવારમાં દાદા-દાદી ,એક બહેન અને માતા સાથે રહે છે.

પિતા હંમેશા ઉચ્ચ અભ્યાસ કરવા માટે હંમેશા પ્રેરણા આપતા
સુરતનો રહેવાસી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સાંકળીયા વિશાલ દિનેશભાઇએ 650 માંથી 490 માર્કસ મેળવીને B1 ગ્રેડ સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. વિશાલે પોતાની સફળતા અંગે જણાવ્યું કે, કોરોના સમયમાં પપ્પાનું અવસાન થયું હતું. મારા પપ્પા 8 ધોરણ સુધી ભણેલા હોવાથી મને ઉચ્ચ અભ્યાસ કરવા માટે હંમેશા પ્રેરણા આપતા હતા. મારે કોમ્પ્યુટર એંજિનિયર કરવાનું શ્પનું છે. હાલમાં વિશાલ સાંકળિયા પોતાના મામા સાથે રહી ને અભ્યાસ કરે છે. પરિવારમાં એક નાની બહેન નનસાડ પ્રાથમિક શાળમાં અભ્યાસ કરી ધો.9 માં પ્રવેશ મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *