ફિલ્મ જગતની પ્રખ્યાત ગાયિકા (Famous singer) લતા મંગેશકર(Lata Mangeshkar) હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગઈકાલના રોજ સવારે 8:12 કલાકે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં અંતિમ શ્વાસ લીધા. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી(Narendra Modi) લઈને ઘણા મોટા રાજનેતાઓ અને ફિલ્મોના સુપરસ્ટાર્સે લતાજીને શ્રદ્ધાંજલિ આપતા શોક વ્યક્ત કર્યો હતો. લતા મંગેશકરનો પાર્થિવ દેહ અંતિમવિધિ માટે પહેલા તેમના ઘરે ગયો અને પછી શિવાજી પાર્ક કહતે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન લતા મંગેશકરની અંતિમ વિધિમાં થઇ મોટી ચૂક થઈ ગઈ જેના ઉપર ભાગ્યે જ કોઈ લોકોનું ધ્યાન ગયું હશે.
દરેક લોકો જાણે છે કે, લતા મંગેશકરે શા માટે ક્યારેય લગ્ન કર્યા નથી? લતા મંગેશકરના ચાહકો(Fans)ને આ પ્રશ્નમાં હંમેશા રસ રહ્યો છે. એવું કહેવાય છે કે, લતા મંગેશકરએ એ પોતાના નાના ભાઈ-બહેનોની જવાબદારીના કારણે ક્યારેય લગ્ન કર્યા નથી. લતા મંગેશકરની બહેન મીનાતાઈ મંગેશકરે આ વાતનો ખુલાસો કર્યો હતો. મીનાતાઈએ કહ્યું હતું કે, લતા પાસે બધું હતું, પણ અમે પણ હતા. તે અમને મુકીને કશું કરી શકતી ન હતી. જો તેણે લગ્ન કર્યા હોત, તો અમારાથી દૂર હોત. તેથી જ દીદીએ લગ્ન ન કર્યા.
ગઈકાલે લતા મંગેશકરની અંતિમ વિધિ દરમ્યાન ફૂલોથી શણગારેલી ટ્રક પર તેમના પાર્થિવ દેહને શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં હજારો લોકોની ભીડ જમા થઇ ગઈ હતી અને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો, પરંતુ આ દરમિયાન એક મોટી ભૂલ જોવા મળી હતી. હકીકતમાં, ભૂલ એવી હતી કે, તેના પોસ્ટરમાં તેના નામની આગળ “શ્રીમતી” લખવામાં આવ્યું હતું. જયારે લતા મંગેશકરે તેમના જીવનકાળ દરમ્યાન લગ્ન જ નથી કર્યા.
તમે પણ આ તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે, અંતિમયાત્રા દરમ્યાન લતા મંગેશકરના નામ આગળ શ્રીમતીજી શબ્દ લખવામાં આવ્યો હતો પરંતુ સમય રહેતા તેમના નામની આગળ ભારત રત્ન લખવામાં આવ્યું હતું. હિંદુ સંસ્કૃતિ અનુસાર જો કોઈ લગ્ન કરે છે તો તે મહિલાઓના નામની આગળ ‘મિસિસ’ લખવામાં આવે છે પરંતુ લતા મંગેશકરે લગ્ન નથી કર્યા આ વાત દરેક લોકો જાણે છે. તો આ ભૂલ પછી ચાહકોના દિલને ઠેસ પહોંચી શકે છે, સારું થયું કે આ ભૂલ સમયસર સુધારાઈ ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.