લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ- લગ્નની શરણાઈઓ વાગે એ પહેલાં જ વરરાજાનું મોત ‘ઓમ શાંતિ’

ડીસા (Deesa) તાલુકા માંથી અકસ્માત (Accident) ના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સરસ્વતી તાલુકા (Saraswati Taluka) ના વાહણા (Vahana) ગામના બે મિત્રોના દુઃખદ અવસાનથી બંને પરિવારો ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા નો વારો આવ્યો છે. જાણવા મળ્યું છે કે, રવિવારના રોજ સાંજના સમયે બંને મિત્રો ધરપડા ગામે લગ્નમાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક બાઈક સ્લીપ મારી ગઈ હતી, અને બંને મિત્રો રોડ ઉપર ધડામ દઈને પટકાયા હતા. તે દરમિયાન માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંને મિત્રોને સારવાર અર્થે ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ સારવાર માટે ડીસા થી પાલનપુર લઈ જવામાં આવ્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે એક પછી એક બંને મિત્રોનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત ભરતજીનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે બીજા મિત્રનું મહેસાણા ખાતે મંગળવારના રોજ મૃત્યુ થયું હતું. નાની ઉંમરે બંનેના મૃત્યુ થી આખું ગામ હિબકે ચડયું હતું.

જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામેલા ભરતજી ના ઘરે 6 મહિના પહેલા બાળકે જન્મ લીધો હતો. અકસ્માતમાં છ મહિનાના બાળક કે નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. છ માસનો દીકરો અને પત્ની નાની ઉંમરે નોંધારા થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ હતો.

લગ્ન પ્રસંગે બીજે ગામ જતા મિત્રોને ક્યાં ખબર હતી કે, તો ક્યારેય પાછા નહીં આવે. બાઈક સ્લીપ મારતા, બંને મિત્રો ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક સ્થાનિકો ભેગા થયા હતા અને બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *