બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા મોકુફ થવા પાછળનું અસલ કારણ આવ્યું સામે

Gujarat ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સતત ત્રીજી વખત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ Non-Secretariat Clerk and Office Assistant Exam Postponed ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષાને ચાર દિવસ બાકી હતા અને તે પહેલા દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી નોકરી મેળવવા માંગતા હતા, તેઓ નું સપનું ફરી એકવાર રોળાઈ ગયું છે, ત્યારે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.

આગામી રવિવારે લેવાના બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા આપવા માટે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આવેદન કર્યા હતા આ પરીક્ષાઓ 13મી ફેબ્રુઆરીએ પરિક્ષા લેવાનારી હતી,  કુલ 3901 જગ્યાઓ માટે લેવાઈ રહી હતી. પરંતુ ફરી એક વખત આ પરીક્ષાઓ મોકૂફ રહેતા પરીક્ષાર્થીઓને નિરાશ થવું પડ્યું છે. આ માટેનું કારણ શું છે તે હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને કહેવાયું છે કે આ મોકુફી વહીવટી કારણોસર થવા પામી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ગુજરાત સરકારે ગઇકાલે મોડી સાંજે જે નિર્ણય લીધો, તેની પાછળ એક કારણ જવાબદાર હતું. પરીક્ષા મુદ્દે કોઈ પદાધિકારી કે અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે, પરીક્ષા મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર ન થયું જેને કારણે આ પરીક્ષાઓ સ્થગિત કરવાનો વારો આવ્યો છે..

અગાઉ પણ આ પરીક્ષા બે વખત મોકુફ થઈ ચૂકી છે પહેલી વખતે બાર ધોરણ પાસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકે કે નહીં તે મુદ્દે પરીક્ષાઓ મોકૂફ થઈ હતી. જ્યારે બીજી વખત પેપર ફૂટી જવાને લીધે પરીક્ષા મોકૂફ થઈ હતી. હવે ત્રીજી વખત પરીક્ષા ભરતી બોર્ડ ના ચેરમેન ના રાજીનામાને કારણે પરીક્ષાઓ મોકૂફ થવા પામી છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *