ગુજરાતીઓ હવામાન વિભાગની આ મોટી આગાહી તમારે જાણવી છે જરૂરી- દરિયા કિનારે એલર્ટ જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યના દરિયાની જેમ સંઘપ્રદેશ દમણ(Daman)ના દરિયા કિનારે પણ એલર્ટ(Daman Beach Alert) જાહેર કરી દેવામાં આવ્યું છે. દમણના દરિયા કિનારે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. પર્યટકોને પણ દરિયા કિનારા પાસે નહીં જવાની સુચના આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી દરિયો ગાંડો બને તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આથી સલામતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને કારણે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પ્રબળ શક્યતા છે. જેને કારણે દમણના દરિયા કિનારે લોકોને સતર્ક રહેવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સુચના આપી દેવામાં આવી છે.

જયારે બીજી તરફ અમરેલી અને પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જાફરાબાદ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેણા કારણે હવામાન વિભાગની આગાહીને લઈને અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક દરિયાઈ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પવનની ઝડપ વધવાની શક્યતાને કારને માછીમારોને સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની સૂચના અનુસાર, તારીખ 27/6/22 થી તારીખ 1/7/22 પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *