ગુજરાત(GUJARAT): મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.
હાલ 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. ત્યારે આજરોજ કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર, હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.
નીચે મુજબ થયો ફેરફાર:
રાજ્ય સરકારની નવી SOP જાહેર, 8 મહાનગરોમાં જ રાત્રિ કરફ્યૂ રહેશે.
રાત્રે 12થી સવારે 5 સુધી કરફ્યૂ રહેશે.
લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી, અંતિમક્રિયામાં 100 લોકો હાજર રહી શકશે.
નવી ગાઈડલાઈન 18 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.
ધંધા રોજગાર રાત્રે 11 સુધી ખુલ્લા રાખી શકાશે.
બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.
બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે.
આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારા લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.