ગુજરાત (Gujarat) રાજ્યમાં ઉદ્યોગકારોને મોટા રાહતના સમાચાર મળ્યા છે. એક તરફ એન.ઓ.સી (NOC) વિવાદમાં ગુજરાત સરકાર કારખાના-ફેક્ટરી માટેના નિયમોને હળવા કરી રહી છે, અને ઉદ્યોગકારોને વધુ ને વધુ રાહત આપી રહી છે. એક તરફ જ્યારે વધુ ને વધુ ભીષણ આગની ઘટનાઓ નોંધાઈ રહી છે, ત્યારે નવા કે ચાલુ કારખાના માટે નવા લાયસન્સ મેળવવા કે રીન્યુ કરાવવા પહેલા ફાયર NOC મરજીયાત કરી નાખ્યું છે.
બુધવારના રોજ મોડી સાંજે ગુજરાતના આશ્રમ કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ફેક્ટરી લાયસન્સમાં ફાયર NOC નો નિયમ રદ કરીને સરકારે રાહત આપી હતી. કારણ જાણવા મળ્યું છે કે, ફેક્ટરીઓને ફાયર NOC આપવા બાબતે શ્રમ વિભાગ અને શહેરી વિકાસ મંત્રાલય વચ્ચે સંકલન શક્ય બનતુ ન હતું, અને વિવાદ ઊભો થતો હતો. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિયમમાં રાહત આપી દીધી છે.
અહીં વિચારવા જેવી બાબત તો એ છે કે, સમગ્ર દેશમાં દુર્ઘટનાનું જોખમ ધરાવતા સૌથી વધારે એકમો ગુજરાત રાજ્યમાં છે, અને છેલ્લા ઘણા સમયમાં ઘણી દુર્ઘટનાઓ સર્જાઇ હોવા છતાં, રાજ્ય સરકારે આ મહત્વનો નિયમ મરજીયાત કર્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૪ થી ઉદ્યોગોમાં આગ લાગવાને કારણે ૧૨૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી, સરકારને લોકોના જીવનની કોઈ પરવા નથી, તેવું લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના આઠ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં ફેક્ટરીઓને ફાયર NOC આપવા માટે કોઈ નિશ્ચિત ઓથોરિટી તૈયાર કરવામાં આવી નથી. જેને કારણે આયાત-નિકાસ લાયસન્સ સાથે સાથે કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા ઘણી તકલીફો થતા, ઔદ્યોગિક સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ ડેપ્યુટી સેક્રેટરી અજીત માવાણીની રાજીખુશીથી આ પરિપત્ર ઇસ્યુ થયો હતો.
તમને જણાવી દઈએ કે લાયસન્સ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે, રાજ્ય સરકાર દ્વારા ફેક્ટરી કાયદા 1948 હેઠળ ફરજિયાત ફાયર NOC નો નિયમ રદ કરી નાખ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.